ભાવનગર જિલ્લાના લઘુમતી સમાજના રોજગારી (એમ્પ્લોયમેન્ટ) કાર્ડની નોંધણી / અનુબંધમ પોર્ટલ / કારકિર્દી અંગે સેમિનાર

ભાવનગર જિલ્લાના લઘુમતી સમાજના ભાઈઓ તથા બહેનો માટે રોજગારી (એમ્પ્લોયમેન્ટ) કાર્ડ કાઢી આપવા,કાર્ડ રીન્યુઅલ કરાવવા તથા વધારાની શૈક્ષણિક લાયકાત ઉમેરવા ઉપરાંત અનુબંધમ પોર્ટલ / કારકિર્દી માર્ગદર્શન અંગે સેમિનાર તા.૨૮/૧૨/૨૦૨૧ ને મંગળવાર ના રોજ કસ્બા અંજુમને ઇસ્લામ ભાવનગર ખાતે સવારે ૧૧ થી ૨ દરમ્યાન રાખેલ છે.
લઘુમતી સમાજના ભાઈઓ તથા બહેનોએ પોતાની શૈક્ષણિક લાયકાતના જરૂરી ઓરીજનલ પ્રમાણપત્રો,માર્કશીટ,જાતિના આધાર પુરાવાઓ,આધાર કાર્ડ,લિવિંગ સર્ટીફીકેટ અને દરેકની ઝેરોક્ષ કોપી તથા પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે કસ્બા ની ઓફિસે હાજર રહેવા જણાવવામાં આવે છે
.રિપોર્ટ:ઈમ્તિયાઝ હવેજ,ભાવનગર