ભરૂચ જિલ્લામાં વિવિધ થીમો આધારિત “આઝાદીકા અમૃત મહોત્સવ” – “નદી ઉત્સવના” કાર્યક્રમો યોજાશે

ભરૂચ જિલ્લામાં તા.૨૬ થી તા.૩૦ ડિસેમ્બર,૨૦૨૧ સુધી વિવિધ થીમો આધારિત “આઝાદીકા અમૃત મહોત્સવ” – “નદી ઉત્સવના” કાર્યક્રમો યોજાશે
ભારતના સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે “આઝાદીકા અમૃત મહોત્સવ” અન્વયે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ તા.૨૬ મી ડિસેમ્બરથી તા.૩૦ મી ડિસેમ્બર, ૨૦૨૧ સુધી સફાઇ, દેશ ભક્તિ, પ્રકૃતિ અને પર્યાવરણ અને આધ્યાત્મિક આધારિત ભરૂચ જિલ્લામાં નિયત કરાયેલા સ્થળો ખાતે વિવિધ થીમો આધારિત “નદી ઉત્સવ” ઉજવણીના કાર્યક્રમો યોજાશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, તા.૨૬ મી ડિસેમ્બર,૨૦૨૧ ને રવિવારના રોજ સવારે ૯:૦૦ થી ૦૨:૦૦ કલાકે નર્મદા પાર્ક, ભરૂચની નગરપાલિકા અને ગાયત્રી મંદિર-ઝાડેશ્વરની ગ્રામ પંચાયત ખાતે નદીની સાફ-સફાઇ કરાશે. તેવી જ રીતે તા.૨૭ મી ડિસેમ્બર,૨૦૨૧ ને સોમવારના રોજ સવારે ૦૬:૩૦ કલાકે ભરૂચની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિજ્ઞાની સાથે સવારે ૦૭:૦૦ કલાકે હોસ્ટેલ ગ્રાઉન્ડ, શક્તિનાથ સર્કલ, જિલ્લા કલેક્ટર કચેરીથી પાંચબત્તી સર્કલથી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધીના વિવિધ સ્થળોએ મેરેથોન દોડ યોજાશે અને સવારે ૧૦:00 કલાકે થી ૦૧:૦૦ નારાયણ વિદ્યાવિહાર ખાતે ચિત્ર સ્પર્ધા અને બે મીનીટની ડીબેટ સ્પર્ધા યોજાશે.
તા.૨૮ મી ડિસેમ્બર, ૨૦૨૧ ને મંગળવારના રોજ સવારે ૦૭:૦૦ કલાકે નર્મદા પાર્ક ખાતે યોગા અને મેડીટેશન શિબિર યોજાશે અને સવારે ૧૦:૦૦ કલાકે ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે ફેન્સી ડ્રેસ સ્પર્ધા અને દેશભક્તિ થીમ ઉપર સ્ટોરી ટેલીંગના કાર્યક્રમો યોજાશે અને ત્યારબાદ સાંજે ૦૫:૦૦ કલાકે ભરૂચના પંડીત ઓમકારનાથ હોલ ખાતે ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક નૃત્યના કાર્યક્રમો યોજાશે. તેવી જ રીતે તા.૨૯ મી ડિસેમ્બર,૨૦૨૧ ને બુધવારના રોજ સવારે ૦૭:૦૦ કલાકે ભરૂચના મનન આશ્રમ ખાતે નેચરવોક (પ્રકૃતિ તથા ઇકોલોજી), વનસ્પતિ તથા પ્રાણી સૃષ્ટિનું પ્રદર્શન કરાશે અને ત્યારબાદ વન વિભાગ નર્સરી ખાતે વૃક્ષારોપણ કરાશે. ત્યારબાદ સવારે ૦૯:૦૦ કલાકે નર્મદા પાર્ક ખાતે વૃક્ષારોપણ કરાશે.
તા.૩૦ મી ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ સવારે ૦૬:૩૦ કલાકે સ્વામીનારાયણ મંદિર ખાતે પ્રભાતફેરીનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સાંજે ૦૫:00 કલાકે નર્મદા પાર્ક ખાતે દીપોત્સવ, બોટીંગ અને લેસર-શો ના કાર્યક્રમો હાથ ધરાશે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.