મોરબીની સગર્ભા મહિલાને એચ મોલ નામની રેર બિમારી માં સફળ સર્જરી કરતા ગાયનેક તબીબો

અલભ્ય કહી શકાય તેવી બીમારીમાં મહિલાના ગર્ભમાં બાળક નહિ પણ 2.5 કિલો જેટલો હાઈડેટીડ મોલ હોવાનું સામે આવ્યું
મોરબી : સગર્ભા મહિલામાં ખૂબ રેર કહી શકાય તેવો કેસ મોરબી સીવીલમાં આવ્યો હતો મોરબીની એક સગર્ભા મહિલાને 6 મહિનાનો ગર્ભ હોવા છતાં બાળક મૂવેમેન્ટ ન કરતી હોવાનું અનુભવ થતા તે સીવીલ હોસ્પિટલમાં ચેક માટે આવી હતી. ફરજ પરના તબીબે ચકાસણી કરતા મહિલાના ગર્ભ બાળકનું કોઈ પણ પ્રકારનું હલન ચલન જોવા મળ્યું ન હતું.તેમજ બાળકના હાર્ટબીટ ન મળતા જે બાદ મહિલાને દાખલ કરી સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. સોનોગ્રાફીમાં સગર્ભા મહિલાને અલભ્ય કહી શકાય તેવી બીમારી સામે આવી હતી મહિલાના ગર્ભમાં બાળક નહિ પણ 2.5 કિલો જેટલો હાઈડેટીડ મોલ હોવાનું સામે આવ્યું હતું એટલે કે જેને મેડિકલ ક્ષેત્રમાં કોમ્પીલીકેટેડ મોલ તરીકે ઓળખવામાં આવે છે. આ કેસમાં એવી સ્થિતિ બનતી હોય છે કે જીનેટિક પ્રોબેલમના કારણે બાળકના અંગ બનતા નથીઅને ગર્ભમાં નાની ગાંઠ થવા લાગે છે.આ સ્થિતિમાં મહિલાનું ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ ઓપરેશનમાં ડો.જલ્પા રાઠોડ,ભૂમિ કકાસનીયા અને ડો.નિશિત દઢાણીયા સહિતના તબીબોએ ખૂબ જવલ્લે જ ગણવામાં આવતું ઓપરેશન સફળતા પૂર્વક કર્યું હતું અને સગર્ભા મહિલાના ગર્ભમાંથી 2.5 કિલો જેટલો બગાડ કાઢી તેનો જીવ બચાવ્યો હતો.મોરબી સીવીલ હોસ્પિટલમાં ચાલતા ગાયનેક વોર્ડમાં દર મહિને 250થી વધુ સગર્ભા મહિલાઓની નોર્મલ ડિલિવરી તેમજ સિઝરીયન પણ કરવામાં આવે છે.
(બોક્સ) રેર જોવા મળતી આ બીમારી જીનેટિક પ્રોબેલેમના કારણે થઈ શકે
મહિલા અમારીં પાસે ચકાસણી કરાવવા આવી ત્યારે તેને બાળક ના હલન ચલનની અનુભવ ન થતા અમે સોનોગ્રાફી કરાવી હતી જેમાં મહિલાને એચ મોલ તરીકે ઓળખાતી બીમારી હોવાનું સામે આવ્યું હતું આ બીમારી ખૂબ રેર છે ગુજરાતમાં પણ જૂજ કેસ સામે આવ્યા છે મોટા ભાગના કેસમાં બે કે ત્રણ મહિનામાં મહિલા ચેકિંગ કરાવીએ તો ખ્યાલ આવી જતો હોય છે પણ આ મહિલા 6 મહિના બાદ આવી હતી જેથી તાત્કાલિક ઓપરેશન કરવું ખૂબ જરૂરી બન્યું હતું. જો ઓપરેશન ન થાય તો મહિલાના મૃત્યું થવાના ચાન્સ વધી જતાં હતાં જેથી ઓપરેશન કર્યું હતું. તેમ સીવીલ હોસ્પિટલ તબીબ ડો.જલ્પાબેન રાઠોડે જણાવ્યું હતું
રીપોર્ટ :- જનક રાજા, મોરબી