સિહોર ખાતે ૨૫મી ડિસેમ્બર(નાતાલ) ની ઉજવણી ધામધૂમથી કરાઈ

સિહોર ખાતે ૨૫મી ડિસેમ્બર(નાતાલ) ની ઉજવણી ધામધૂમથી કરાઈ.
” સિહોર સંસ્કૃતિ સ્કૂલ ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ- સિહોર ખાતે ૨૫મી ડિસેમ્બર(નાતાલ) ની ઉજવણી ધામધૂમથી કરાઈ.”
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ – સિહોર ખાતે તારીખ – ૨૫/૧૨/૨૦૨૧ ને શનિવારનાં રોજ ધોરણ – ૧ થી ૫ માં ક્રિસમસની ઊજવણી ધામધૂમથી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ રેડ કલરનાં/ સાન્તાક્લોઝનાં પહેરવેશમાં આવીને સાન્તાક્લોઝ બન્યા હતા. ઇસુ ખ્રિસ્તનાં આ શુભ જન્મદિવસે સાન્તાક્લોઝ બનીને આવેલાં તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ક્રિસમસ-ટ્ર્રી પણ બનાવવામાં આવ્યા હતાં. તેમજ વિદ્યાર્થીની બહેનો દ્વારા એક સુંદર મજાની કૃતિ પણ રજુ કરવામાં આવી હતી. વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા નાતાલ વિશે વક્તવ્યો પણ રજુ થયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી….
રિપોર્ટ : હરીશભાઈ પવાર સિહોર