અમરેલીના હરેશ બાવીશી સંચાલિત ડાયનેમિક ગૃપ દ્વારા ઝુપડપટ્ટીના બાળકોને બિસ્કીિટ-ચોકલેટ આપી નાતાલ ઉજવાઈ

અમરેલીના હરેશ બાવીશી સંચાલિત
ડાયનેમિક ગૃપ દ્વારા ઝુપડપટ્ટીના બાળકોને બિસ્કીિટ-ચોકલેટ આપી નાતાલ ઉજવાઈ
અમરેલીના હરેશ બાવીશી સંચાલિત
ડાયનેમિકગૃપ દ્વારા ઝુપડપટ્ટીના બાળકોને બિસ્કીિટ-ચોકલેટ આપી નાતાલ ઉજવાઈ
ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીના માર્ગદર્શન હેઠળ લેઉવા પટેલ સમાજના મેને.ટ્રસ્ટીીશ્રી ડી.કે.રૈયાણીની અઘ્યલક્ષતામાં ઝુપડપટ્ટીના
બાળકોમાં નાતાલ પર્વ પર ખૂશી લાવવા પ્રયાસ.
અમારા ડાયનેમિક ગૃપ દ્વારા ઉતરાયણ,જન્માષ્ટમી નાતાલ તથા દિવાળીપર્વ પર વિવિધ વિસ્તારના ઝુપડપટ્ટીના બાળકોને બિસ્કીટ-ચોકલેટ-મિઠાઈ આપીને તહેવારો ઉજવાય છે-હરેશ બાવીશી.
અમરેલીની યુવા તથા સેવાપ્રવૃતિ સાથે સંકળાયેલ સંસ્થા ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલિટિઝ-અમરેલી દ્વારા વિધ-વિધ તહેવારોની ઉજવણી જુદા-જુદા વિસ્તારની ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને બિસ્કી ટ-ચોકલેટ-મિઠાઈ વિતરણ કરીને ઉજવણી કરવામાં આવે છે ત્યારે નાતાલના પવિત્રપર્વ પર ડાયનેમિક ગૃપના પ્રમુખ માનશ્રી હરેશભાઈ બાવીશીના માર્ગદર્શન હેઠળ તથા અમરેલી લેઉવા પટેલ સમાજના મેનેજીંગ ટ્રસ્ટી, હોટેલ દર્શન એન્ડ સુપરમાર્કેટના માલિક,અગ્રણી ઉદ્યોગપતિ માન.શ્રી ડી.કે.રૈયાણીની અઘ્યક્ષતામાં તથા શહેરના જાણીતા ધારાશાસ્ત્રી અને અમરેલી બારના ઉપપ્રમુખશ્રી જયકાંત સોજીત્રાની વિશેષ ઉપસ્થિતીમાં ઝુપડપટ્ટીના બાળકોને ચોકલેટ-બિસ્કીટ વિ.નું વિતરણ કરીને બાળકોના ચહેરાપર ખૂશી લાવવા પ્રયાસ કરવામા આવ્યો હતો. આ તકે ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન આવતા રાષ્ટ્રીય તથા ધાર્મિક તહેવારો પર જુદા-જુદા વિસ્તારમાં અંતિરીયાળ વિસ્તારના ઝુપડપટ્ટીના બાળકોને મિઠાઈ-ચોકલેટ,બિસ્કીટનું વિતરણ કરીને ઉજવવામાં આવે છે. આ સમયે ઝુપડપટ્ટીના બાળકોના ચહેરાઓ પર નિખાલસ તથા નિર્દોષ ખૂશી જોઈને ખૂબ આનંદ થાય છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા