ભરૂચ જિલ્લાનું ગૌરવ

ભરૂચ જિલ્લાનું ગૌરવ…..
ઉત્તરાખંડના નાનકપુરી તંડા ખાતે આવનાર ૩૧/૧૨/૨૦૨૧ નાં રોજ સબ જુનિયર કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન થનાર છે. આ ચેમ્પિયનશીપમાં ભરૂચના જે.પી.કોલેજના રમતગમતના કોચ શ્રી જયપાલસિંહ મોરીના કોચિંગ અને માર્ગદર્શન અનુસાર તેમજ કુણાલ મિસ્ત્રીની આગેવાની નીચે પ્રેકટીસ કરનાર ભરૂચ શહેરના કરણભાઈ મિસ્ત્રીની ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોશિએશન તરફથી પસંદગી કરવામાં આવી છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.