રાજકોટ : સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કર્મચારીઓનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ ને ZERO WASTE EVENT બનાવાઈ.

રાજકોટ : સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કર્મચારીઓનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ ને ZERO WASTE EVENT બનાવાઈ.
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કર્મચારીઓનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ ને ZERO WASTE EVENT બનાવાઈ.

રાજકોટ માં મહાનગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન અર્બન-૨.૦ લોન્ચ કરવામાં આવેલ છે. જે અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ને ધ્યાનમાં લઇ સમાજમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જન-જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અન્વયે સીટીઝન દ્વારા એક ZERO WASTE EVENT તા.૨૩/૧૨/૨૦૨૧ના રોજ અક્ષર પાર્ટી લોન, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના વયમર્યાદાને કારણે નિવૃત થતા કર્મચારીઓનો વિદાય સમારોહનું આયોજન કરવામાં આવેલ. જે કાર્યક્રમને ZERO WASTE EVENT તરીકે ઉજવવામાં આવેલ. જેમાં સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અન્વયે ZERO WASTE EVENT કરવાની માર્ગદર્શિકા આપવામાં આવેલ છે. જેના અનુસંધાને કાર્યક્રમમાં ૧૨૦ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જન-જાગૃતિ માટે સ્વચ્છતા મેસકોટ અને બેનર કાપડના લગાડવામાં આવેલ તેમજ કોઈપણ પ્રકારના પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવેલ ન હતો. ભોજન સમારોહમાં પણ બાયો-ડીગ્રેડેબલ ડીસનો ઉપયોગ કરવામાં આવેલ. નિવૃત થતા કર્મચારીઓને ગીફ્ટ પણ પેપર બેગમાં આપવામાં આવેલ. આ સમારોહમાં સુકા અને ભીના કચરા માટે અલગ અલગ ડસ્ટબીન રાખવામાં આવેલ. સ્થળ ઉપર ફુટ ઓપરેટેડ સેનીટાઈઝ મશીન, લેડીઝ ટોઇલેટમાં સેનેટરી પેડ વેન્ડિંગ મશીન રાખવામાં આવેલ. આ સમારોહમાં “જળ બચાવો-જીવન બચાવો” “ચાલો સૌ સાથે મળીને જળ બચાવીએ” “અમારો કચરો અમારી જવાબદારી” “હર દિન દો બીન” જેવા સંદેશાઓમાં કાગળનો વપરાશ કરવામાં આવેલ. રિસેપ્શન એરિયા, ડાઇનીંગ એરીયા, વોશરૂમ, પાર્કિંગ વિસ્તારના સાયનેજીસ પેપર પ્રીન્ટીંગના મુકવામાં આવેલ. ઉપરોક્ત સમારોહમાં આમંત્રિત મહેમાનો તથા નિવૃત થતા કર્મચારીઓનું ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવેલ. ભોજન સમારોહમાં શાકભાજીનો વેસ્ટ તથા વધેલો ખોરાક, ફૂલોના વેસ્ટનું સ્થળ ઉપર જ ઓન-સાઈટ વેસ્ટ પ્રોસેસિંગ કરવામાં આવેલ અને જેનું ખાતર બનાવવામાં આવેલ. જે ખાતરનું સમારોહ સ્થળ પર જ ફૂલ-છોડ અને ગાર્ડનમાં ઉપયોગ કરવામાં આવેલ.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!