ડભોઇ વેગા ચોકડી નજીક દેશી તમંચા સાથે ત્રણ ઈસમો ને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ

ડભોઇ વેગા ચોકડી નજીક દેશી તમંચા સાથે ત્રણ ઈસમો ને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ
ગેરકાયદે હથીયારો ની હેરા ફેરી ને ડામવા માટે જિલ્લાના ઉચ્ચ અધિકારી દ્વારા આપવામાં આવેલી સૂચના ને પગલે એસ.ઓ. જી ના સ્ટાફ દ્વારા બાતમીદાર ને સાબદા કરવામાં આવ્યા હતા.એસ.ઓ.જી પોલીસ ડભોઈ તાલુકામાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે બાતમીદાર થી ચોક્કસ બાતમી મળતા ડભોઇ વેગા ચોકડી નજીક છોટાઉદેપુર રોડ પર ત્રણ ઈસમ દેશી બનાવટી તમંચા સાથે આવવાના છે ની પાકી બાતમી ના પગલે પોલીસ સ્ટાફ દ્વારા વેગા ચોકડી બ્રિજના છેડે પર વોચ રાખી હતી તે દરમિયાન દેશી તમંચા સાથે ત્રણ ઈસમને ઝડપી પાડયા હતા (1) નિલેશભાઈ રમેશભાઈ રાઠવા . ઉ.૨૪ રહે ભોરદા ગામ તા.જી છોટાઉદેપુર
(2) રાકેશભાઈ મગન રામ.ઉ.૧૯ રહે સિંઘરોટ ગામ વોટર પ્લાન્ટ ની ઓરડી માં તા. જી વડોદરા મૂળ રહે સુરની ગામ થાના બાલેશર જી જોધપુર રાજ્ય રાજસ્થાન
(3) સત્યનારાયણ મુલા રામજી. ઉ ૨૮ રહે સિંઘરોટ માં વોટર ફિલ્ટર પ્લાન ની ઓડી માં તા. જી વડોદરા મૂળ રહે ખેડાજગથ જાતિબાડુ ગામ થાના શેરગઢ.જી. જોધપુર રાજ્ય રાજસ્થાન આ ત્રણ ઈસમ પાસે થી દેશી બનાવટી બે નંગ તમંચા ઝડપી પાડયા હતા જેની 1 નંગ કિં. રૂ15000હજાર લેખે 2 નંગ તમંચા કી. રૂ 30,000 હજારનો મુદ્દા માલ કબ્જે કરી આર્મ્સ એક્ટ હેઠળ નો ગુનો દાખલ કરી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
રીપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)