નદી ઉત્સવ અંતર્ગત ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સામૂહિક પ્રતિજ્ઞા વાંચન અને મેરેથોન દોડ યોજાઈ

નદી ઉત્સવ અંતર્ગત ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સામૂહિક પ્રતિજ્ઞા વાંચન અને મેરેથોન દોડ યોજાઈ
Spread the love

નદી ઉત્સવ અંતર્ગત ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સામૂહિક પ્રતિજ્ઞા વાંચન અને મેરેથોન દોડ યોજાઈ

નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા

મેરેથોન દોડને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતિ સુરભીબેન તમાકુવાલા અને નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલે ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણતાના અવસરે આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃતિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવગાન અને સન્માન કરવાના હેતુથી ૨૬ થી ૩૦ ડીસેમ્બર-૨૦૨૧ સુધી નદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે નદી ઉત્સવના બીજા દિવસે હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતિ સુરભીબેન તમાકુવાલા અને નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સામૂહિક પ્રતિજ્ઞા વાંચન કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા હતા.
આ વેળાએ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતિ સુરભીબેન તમાકુવાલાએ નદી ઉત્સવની વિગતો આપતાં રાજ્ય સરકાર ધ્વારા નદીઓને સ્વચ્છ, સુરક્ષિત અને જીવંત રાખવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે જીવનમાં તંદુરસ્તી ખુબ જ મહત્વની છે જો સ્વયં તંદુરસ્ત રહેશો તો સમાજ પણ તંદુરસ્ત બનશે અને છેવટે રાજ્ય – દેશ પણ તંદુરસ્ત બનશે.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી એન.આર.પ્રજાપતિ, ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી શ્રી પ્રિતેશ પટેલ, કાર્યપાલક ઈજનેરશ્રી ડી.કે.પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી કે.જે.ચૌટલીયા, આગેવાન પદાધિકારીઓ, રમતગમત, શિક્ષણ, જળસંપત્તિ વિભાગના અધિકારીગણ, જે.પી. અને એમ.કે. કોલેજના એન.એસ.એસ. – એન.સી.સી.ના વિદ્યાર્થીઓ, એન.જી.ઓ., શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સામૂહિક પ્રતિજ્ઞા કાર્યક્રમ બાદ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી મેરેથોન દોડનું આયોજન કરાયું હતું જેનું નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતિ સુરભીબેન તમાકુવાલા અને નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ તેમજ મહાનુભાવોએ ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મેરેથોન દોડ હોસ્ટેલ ગ્રાઉન્ડથી નિકળી શક્તિનાથ સર્કલ થઈ કલેક્ટર કચેરી પાંચબત્તી સર્કલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પરત આવી હતી.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!