ન.પ્રા.શાળા સુરતનાં આચાર્ય અલ્પેશ પટેલ જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગર દ્વારા SRG તરીકે પસંદગી પામ્યા

ન.પ્રા.શાળા સુરતનાં આચાર્ય અલ્પેશ પટેલ જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગર દ્વારા SRG તરીકે પસંદગી પામ્યા
Spread the love

ન.પ્રા.શાળા સુરતનાં આચાર્ય અલ્પેશ પટેલ જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગર દ્વારા SRG તરીકે પસંદગી પામ્યા

પટેલ સમાજનું ગૌરવ

ન.પ્રા.શાળા સુરતનાં આચાર્ય અલ્પેશ પટેલ જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગર દ્વારા SRG તરીકે પસંદગી પામ્યા

અરબસાગરને અડીને આવેલા ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારનાં મોર ટુંડા – મોર ફળિયા ગામનાં સામાન્ય કુટુંબમાંથી આવતાં અલ્પેશકુમાર ચીમનભાઈ પટેલને જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર દ્વારા ગુજરાતી વિષયના SRG -સ્ટેટ રિસોર્સ ગૃપમાં પસંદ કરવામાં આવ્યાં. ગાંધીવાદી મહાદેવભાઈ દેસાઈના ગામ દિહેણની શ્રીમતી એમ.આર.સી. હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ મેળવી સુરત મહાનગરપાલિકાની શ્રી ગણપતદાસ ત્રિવેદી પ્રાથમિક શાળા ક્રમાંક 247 માં 25 વર્ષની નાની વયે આચાર્ય તરીકે નિમણૂક પામ્યા હતાં. અંગ્રેજી માધ્યમનાં આક્રમણ વચ્ચે માતૃભાષા ગુજરાતીનાં સંરક્ષણ અને સંવર્ધન માટે ગાંધી વિચારનાં પ્રચાર-પ્રસારનું કાર્ય કરનાર અલ્પેશભાઈ પટેલ હવે રાજ્ય કક્ષાએ ગુજરાતી વિષયનાં પાઠ્યપુસ્તકો, સંદર્ભ સાહિત્ય, તાલીમ મોડ્યુલ વગેરેનું નિર્માણ કાર્ય કરશે. તેમની આ ઉપલબ્ધિ બદલ શાળા પરિવાર તથા તેમનાં ગ્રામજનોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!