ગોવાળિયા પર ખુંખાર દીપડાએ આકસ્મિક રીતે હુમલો કર્યો

ગોવાળિયા પર ખુંખાર દીપડાએ આકસ્મિક રીતે હુમલો કર્યો
Spread the love

ગોવાળિયા પર ખુંખાર દીપડાએ આકસ્મિક રીતે હુમલો કર્યો

ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ લવચાલી રેંજનાં ધવલીદોડ ગામનાં ગોવાળિયા પર ખુંખાર દીપડાએ આકસ્મિક રીતે હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવતા સમગ્ર પંથકમાં ભયનાં મહોલની સાથે અરેરારી વ્યાપી જવા પામી છે…

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ લવચાલી રેંજમાં લાગુ ધવલીદોડ ગામનો ગોવાળિયા નામે મંજીભાઈ ધનાભાઈ પવાર.ઉ.45 જેઓ જંગલ વિસ્તારનાં રિઝર્વ ફોરેસ્ટ કંપાર્ટમેન્ટ 117 નજીક આવેલ પોતાની માલિકીનાં ખેતરમાં આજરોજ પોતાના ઢોર ચરાવી રહયો હતો.અહી સાંજે 4 વાગ્યાનાં અરસામાં ખોરાકની શોધમાં ભટકતો દીપડાએ આકસ્મિક રીતે આ ગોવાળ નામે મંજીભાઈ પવાર ઉપર હુમલો કરી દેતા ઘટના સ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.અહી ખુંખાર દીપડાએ મંજીભાઈ પવારનાં કપાળ તેમજ માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચાડતા આ ઈસમ લોહીલુહાણ હાલતમાં તરફડીયા મારી રહયો હતો.અહી સદનસીબે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલ ગોવાળ પોતાની જાન બચાવવા માટે સફળ રહ્યો હતો.આ બનાવની જાણ ઉત્તર વન વિભાગનાં લવચાલી રેંજનાં આર.એફ.ઓ અર્ચનાબેન સહિત સ્ટાફને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.અને દીપડાનાં હુમલામાં ઇજાગ્રસ્ત બનનાર આ ઈસમને તાત્કાલિક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.ડાંગ જિલ્લાનાં ધવલીદોડ ગામે ગોવાળિયા પર એકાએક ખુંખાર દીપડાએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાવાની સાથે અરેરાટી વ્યાપી જવા પામી હતી.

રિપોર્ટ : પવન ખેરનાર, ડાંગ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!