રાજકોટ માં કોરોનાની મહામારીમાં બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહીનો આદેશ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટ માં કોરોનાની મહામારીમાં બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહીનો આદેશ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ.
રાજકોટ માં કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટની મહામારી અટકાવવા જાહેર કરેલ માર્ગદર્શીકાનુ પાલન કરાવવા માટે શહેર પોલીસ દ્વારા તમામ કાર્યવાહી કરવામા આવી રહેલ છે. અને સરકારશ્રીની માર્ગદર્શીકાનુ પાલન નહીં કરી જાહેર જીવનમાં બેદરકારી દાખવનાર લોકો વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી પણ કરવામા આવેલ છે. તેજ રીતે સરકારશ્રી દ્વારા માસ્ક પહેરવુ ફરજીયાત જાહેર કરેલ હોય જેનુ પાલન કરાવવા માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ પોતાની કાયદેસરની ફરજ બજાવી રહેલ છે. કાયદો જે લોકોના રક્ષણ માટે હોય છે. જે દંડ કરવાથી લોકો તેનુ પાલન સખતાયથી કરે છે. પરંતુ ઘણા લોકો દ્વારા કાયદાનો અનાદર કરી બેદરકારી દાખવામા આવતી હોય છે. જેના દાખલા રૂપે માસ્ક નહીં પહેરનાર વિરૂધ્ધ દંડ પણ કરવામા આવેલ છે. શહેર પોલીસ દ્વારા જાહેર સ્થળો, ટ્રાફીક પોઇન્ટ, દુર્ગાશકિત ભરોસા કેન્દ્ર ખાતે માસ્કનુ વીતરણ કરી કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટનુ ઝડપી સંક્રમણ અટકાવવા માટે જાહેર જગ્યામાં નીકળતા સમયે ફરજીયાત માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટની મહામારી અટકાવવા સરકારશ્રી દ્વારા જાહેર કરેલ માર્ગદર્શીકાનુ પાલન કરવા જાગૃત કરવામાં આવેલ. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરી તેમજ કર્ફ્યુનુ પણ ચુસ્તપણે પાલન કરી તેમજ જાહેર જગ્યામા બહાર નીકળતા સમયે ફરજીયાત માસ્ક પહેરવુ તેમજ સોશ્યલ ડીસ્ટન્સીંગનુ પાલન કરી પોતે તથા પોતાના પરિવારને સુરક્ષીત રાખવા. તેમજ વેકસીન જે ખુબ જ સુરક્ષીત છે. વેકસીન લેવાથી કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટની મહામારી સામે રક્ષણ મળે છે. જેથી જે લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય. તેઓએ સમયસર વેકસીનનો બીજો ડોઝ પણ લેવો તેમજ જે લોકોએ એક પણ વેકસીનનો ડોઝ લીધેલ નથી. તેઓએ વેકસીનના બન્ને ડોઝ લેવા કારણ કે વેકસીન લેવાથી સંક્રમણ ખુબ જ ઘટવા પામેલ છે અને નહીવત કેસ નોંધાયેલ છે. જેથી તમામ લોકોએ વેકસીન લેવી તેમજ પોતાના સંપર્કમાં આવતા લોકો પૈકી કોઇએ વેકસીન લીધેલ ન હોય. તેઓને વેકસીનના ફાયદાઓ સમજાવી તેઓને પણ વેકસીન લેવડાવવા અપીલ કરવામાં આવે છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.