કડી માં ભારતીય કિસાન સંઘનું આજથી ત્રીદિવસીય અધિવેશન પ્રથમ દિવસે 31 ટ્રેકટર સાથે રેલી કાઢી

કડી માં ભારતીય કિસાન સંઘનું આજથી ત્રીદિવસીય અધિવેશન પ્રથમ દિવસે 31 ટ્રેકટર સાથે રેલી કાઢી
– આજે ગુજરાત ભરમાંથી 700 ખેડૂતો આવ્યા
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આજે ભારતીય કિસાન સંઘ નો ત્રિદિવસીય અધિવેશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પ્રથમ દિવસે ખેડૂતોએ ટ્રેકટર સાથે કડી શહેરમાં રેલી યોજી હતી
કરીના કલ્યાણપુરા રોડ ઉપર આવેલ સોમા વિદ્યાલય ખાતે આજથી ગુજરાત રાજ્યના ભારતીય કિસાન સંઘનું ત્રી વાર્ષિક ત્રિદિવસીય અધિવેશન યોજાયું જેમાં ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ સહિત ગુજરાતભરના પ્રમુખ અને મંત્રીઓ સહિત ખેડૂતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ત્રણ દિવસોમાં ખેડૂતોના પડતર પ્રશ્નો ખેડૂતો નો વિકાસ આગામી ત્રણ વર્ષ માટે પરદેશ સમિતિ ની રચના કરશે
આજે કડી શહેર માં 31 ટ્રેકટર સાથે ખેડૂતોએ રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યા માં કિસાન જોડાયા હતા પ્રથમ દિવસે મહેસાણા જિલ્લા માંથી 200 તેમજ સમગ્ર ગુજરાત માંથી 700 જેટલા ખેડૂતોએ અધિવેશન માં પોતાની એન્ટ્રી કરાવી હતી