સુરત : શ્રી અખિલ ભારત રાણા સમાજ ના પ્રમુખ સ્વા.શ્રી કંચનભાઈ ટી. ચપડીઆ સાહેબ ની પ્રાર્થના સભા યોજાઈ

સુરત : શ્રી અખિલ ભારત રાણા સમાજ ના પ્રમુખ
સ્વા.શ્રી કંચનભાઈ ટી. ચપડીઆ સાહેબ ની પ્રાર્થના સભા યોજાઈ
શ્રી અખિલ ભારત રાણા સમાજ ના પ્રમુખ શ્રી અને સુરત રાણા સમાજ નો ધબકાર, કર્મનિષ્ઠ, સમાજસેવી, એવા વડીલ આપણા સૌના મુરબ્બી, સ્વર્ગસ્થ શ્રી કંચનભાઈ ટી. ચપડીઆ સાહેબ ગત તારીખ ૧૮-૧૨-૨૦૨૧ ના રોજ શ્રીજી ચરણ થયા તેઓની પ્રાર્થના સભા તારીખ ૨૬-૧૨-૨૦૨૧ ના રોજ સુરત મુકામે રાખેલ જેમાં શ્રી ચરોતર રાણા યુવા સંગઠન ટ્રસ્ટ અને સમગ્ર ગુજરાત ના રાણા સમાજ તરફથી કમલેશભાઈ રાણા, હેમાંગભાઈ રાણા, હિતેશભાઈ રાણા, ચીમનભાઈ કે રાણા, ગુણવંતભાઈ રાણા, મહેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા અને સમગ્ર રાણા સમાજ વતી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવાર પર આવી પડેલી આ અણધારી આફત નો સામનો કરવાની પ્રભુ તેમના પરિવાર ને હિંમ્મત આપે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી.