આપણા સિનિયર સીટીઝનનુ કોઈ ધણીધોરી છે ખરું?

આપણા સિનિયર સીટીઝનનુ કોઈ ધણીધોરી છે ખરું?
Spread the love

એક બાજુ લોકોની બચત ઘટી રહી છે. નિવૃત કર્મચારીઓ પોતાના જીવનનિર્વાહ માટે બેકોંની બચતમા રોકાણ કરતા વિચાર કરે છે. બેંકોએ વ્યાજના દર સાવ ઘટાડી દીધા છે. વ્યાજની આશા પર ઘરખર્ચ કાઢવાવાલા સિનિયર સીટીઝનનુ કોઈ ધણીધોરી નથી. હવે ઘરખર્ચ ક્યાંથી કાઢવો? એમા નવી આફત ઉમેરાઈ છે.
માત્ર આપણા દક્ષિણ ગુજરાતની જ વાત કરીએ તો ગામડાના ભોળા લોકોને લાલચુ છેતરામણી સ્કીમ આપી રોકાણ લઈ રૂપિયા જમા લઈ પાકતી મુદ્દતે રૂપિયા પાછા નહિ આપનાર એક બે નહિ 10 થી વધુ કંપનીઓએ ભોળી પ્રજાના 1600 કરોડથી વધુ રકમનુ બુચ માર્યું છે.1600 કરોડ રૂપિયા પાછા આપતા નથી. શરૂઆતમા આ લોકો બે ચારને રૂપિયા ટૂંકી મુદ્દતમા વધારે વ્યાજ આપી વિશ્વાસ પ્રાપ્ત કરી લે છે. પછી મોટુ રોકાણ મેળવી ઓફીસ બંધ કરી રાતોરાત ભાગી જાય છે. અને સવારે લોકોને ખબર પડતા માથે હાથ દઈ રોવાનો વારો આવે છે.
બેકોંમા બરાબર કોઈ જવાબ આપતુ નથી. તેથી સિનિયર સીટીઝન બેકોંમા ખાસ જતા નથી. વ્યાજનો દર પણ સાવ નજીવો રહે છે.બેકોં ઉપરના આદેશ પ્રમાણે કામ કરે છે. એકલદોકલમા રસ લેતી નથી. મોટા માથાઓને કરોડો અબજોની લોનમા જ રસ લઈ કમિશન લઈ આરામથી સુઈ જાય છે. પછી આવા મોટા માથાઓ એક પણ હપ્તો ભરતા નથી. બેકોંની ઉઘરાણીને ગાંઠતા નથી. પછી બેકોંના મેનેજરોને ઉપરથી દબાણ આવે છે કે ફલાણા ભાઈ પાસે રૂપિયા માંગતા નહિ. પછી એ રકમ ચોપડામા સાઈડ પર લખાઈ જાય છે.
છેલ્લા સાત વરસમા બેંકોએ 10 / 70/ 0000 કરોડની લોનો સાવ માંડી વાળી છે. એનો મતલબ બેંકોને ખાતરી છે કે આ રકમ પાછી આવવાની જ નથી. તેથી જતી કરી છે કોઈ પૂછનાર નથી કે બેંકો આટલી જંગી રકમ પોતાની મેળે માફ કેવી રીતે કરી શકે? બેંકો શા માટે આ રકમ વસુલ કરવા એડીચોટીનુ જોર લગાવતી નથી. શા માટે લોન સામે જમીનમા લીધેલી મિલકતની હરાજી કરી રકમ વસુલ કરતી નથી? કારણકે બેંકોને ખબર છે માત્ર કાગળ પર જામીન લીધી છે હકીકતમા આટલી મિલકત છે જ નહીં. બધુ જ ઉપરથી નીચે સુધી પોલામપોલ હોય છે બધા જ મળેલા હોય છે બધાને જ બધી ખબર હોય છે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ વાલી વાતનો અમલ કરાય છે. બેંકો પાછી આવી રકમ પોતાના જમા ઉધારના ખાતામાથી ઉડાવી દઈ પોતાની બેલેન્સ સીટ ચોખ્ખી બતાવે છે જેથી બેંકો પોતાના વાર્ષિક સરવૈયામા ઉજળો દેખાવ બતાવી શકે છે માત્રને માત્ર કાગળ પર ફુલગુલાબી ચિત્ર બતાવાય છે. જેથી માર્કેટમા બેંકોના શેરમા કોઈ મોટો ઘટાડો થાય નહિ.
આ જતી કરેલી માતબર લોનો તમારા મારા જેવા સામાન્ય માણસની રકમ હોતી નથી. મોટા માથાઓને માત્ર ફોન પર અપાયેલી લોનો હોય છે જો આ રકમ બરાબર નિયમિત પાછી આવે તો બેંકો સાથે આપના માર્કેટમાં પણ તેજી આવે. રૂપિયા ફરતા થાય અર્થતંત્ર દોડતુ થાય પણ આપણે મજબુર છીએ.
ભગવાન બેંકોને સદબુદ્ધિ આપે એમ પ્રાર્થના કરીએ

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલ
સુરત

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!