ખેડબ્રહ્મા:તોલ માપ વિભાગ દ્વારા દરોડા

ખેડબ્રહ્મા:તોલ માપ વિભાગ દ્વારા દરોડા.
કુલ 57 સેલરો સામે કાયદેસરની કાર્યવાહી.
ઈ-કોમર્સ કંપનીઓ,ઝોમેટો ફલીપ કાડૅ જોમેટો સ્વીગી પર દરોડા.
સમગ્ર દેશમાં હવે દિન-પ્રતિદિન ઓનલાઇન વ્યાપાર નું પ્રમાણ વધતું જાય છે ત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરૂ પાડી ગ્રાહકોને સેવાઓ આપતી વિવિધ
ઈ- કોમર્સ કંપનીઓના પ્લેટફોર્મ પર વેચાણથી સેલરો, ઉત્પાદકો દ્વારા મૂકવામાં આવતી વિવિધ પ્રોડક્ટ ની સંપૂર્ણ માહિતી ગ્રાહક સંપૂર્ણ જાણકારી મેળવી સાચી અને છેતરપિંડી મુક્ત ખરીદી કરી શકે તે માટે ની પેકેજ કોમોડિટીઝ 2011અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 20૧9 અંતર્ગતવિવિધ જોગવાઇઓ અને નિયમો અંતર્ગત ઠરાવવામાં આવેલ જે તે પ્રોડક્ટના નિદર્શનો ઇ-કોમર્સ કંપની ના પ્લેટફોર્મ પર ફરજીયાત દર્શાવવાના રહે છે
રાજ્યમાં તોલમાપ વિભાગના વડા અને
નિયંત્રક
સીસી કોટકની સીધી સૂચના અનુસાર આજે સમગ્ર રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ઈ-કોમર્સ કંપનીઓ ના પ્લેટફોર્મ પર આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ જેમાં
સમગ્ર ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં સઘન તપાસ
આ ઝુંબેશમાં ફ્લિપકાર્ડ કંપની પર કાયદા નિયમો મુજબ અધુરી માહિતી દર્શાવતા પાંચ ઉત્પાદકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી પ્રોસીકયુશન કેસ નોધવામાં આવેલ છે
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં તોલમાપ વિભાગના વડા સીસી કોટક ના
વડપણ હેઠળ સૌપ્રથમવાર ઈ-કોમર્સ કંપનીઓ પર માસ રેડ કરવામાં આવેલ છે
રિપોર્ટ:ધીરુભાઈ ખેડબ્રહ્મા