ભાવનગર શિશુવિહાર નો ૭૫૯ મો દ્રષ્ટિ ચકાસણી કેમ્પ યોજાયો
ભાવનગર શિશુવિહાર નો ૭૫૯ મો દ્રષ્ટિ ચકાસણી કેમ્પ જલારામ પ્રાથમિક શાળા નં ૧૫ ખાતે યોજાયો
ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શ્રી જલારામ પ્રાથમિક શાળા નંબર ૧૫ માં શિશુવિહાર સંસ્થા દ્વારા ૭૫૯ મો દ્રષ્ટિ ચકાસણી શિબિર યોજાઈ ગયો સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ના સૌજન્યથી. સી.એસ.આર એક્ટિવિટી તરીકે યોજાયેલ આ દ્રષ્ટિ ચકાસણી યજ્ઞના કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના ૩૮ બાળકોની આખ તપાસ તથા ૧૬ બાળકો ને જરૂરિયાત મુજબ સ્પ્રિંગ વિઝન ના સૌજન્ય થી ચશ્માનું વિતરણ કરવામાં આવેલ…
તારીખ ૨૭ ડિસેમ્બરે ભાવનગર ખાતે યોજાયેલ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થા ના કાર્યકર શ્રી સલમાબેન અલીયાની , લોયા જાવેદભાઇ, પોપટભાઇ વેગડ એ કર્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા