પુર્વ કચ્છ એસ.પી કચેરી સામે ધરણા પ્રદર્શન

પુર્વ કચ્છ એસ.પી કચેરી સામે ધરણા પ્રદર્શન
ગાંધીધામ એ ડિવિઝન મથક પરથી કૂદકો લગાવનારા વ્યક્તિના પરિજનોનું ધરણાં પ્રદર્શન
શખ્સ પોલીસના ટોર્ચરથી કંટાળીને કૂદકો માર્યો હોવાના આક્ષેપો સાથે કાર્યવાહી કરવા માંગ
ગાંધીધામ ખાતે આજથી ત્રણ માસ પૂર્વે એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના દામજી મિઠુભાઈ શિજુને ચોરીના ગુના અંતર્ગત શકમંદ તરીકે અટકાયત કરી પોલીસ મથકે પૂછપરછ માટે લઈ જવાયા હતા દરમિયાન શકમંદ યુવક દ્વારા પોલીસ પૂછપરછ દરમિયાન પોલીસ મથકના પ્રથમ માળેથી કૂદકો મારી દેવામાં આવ્યો હતો . જેમાં તેને ગંભીર પ્રકારની ઇજા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.શખ્સના પરિજનોનો આરોપ હતો કે તેણે આ કૂદકો પોલીસ દમનથી કંટાળીને માર્યો હતો અને તે માટે કસૂરવાર પોલીસ અધિકારી વિરૂદ્ધ ફરિયાદની માંગ કરી હતી . જે માંગ આજદિન સુધી ના સંતોષવામાં આવતા અંતે પરિજનો દ્વારા ફરિયાદ લેવા અને તટસ્થ કામગીરીની માંગ સાથે પૂર્વ કચ્છ એસપી કચેરી સામે ધરણાં પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે .
રીપોર્ટ : ભારતી માખીજાણી
કચ્છ