પોસ્ટ માસ્ટર તરીકે ખોટી નોકરી મેળવી છેતરપીંડી કરેલ આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ

ભારતીય ટપાલ વિભાગ ગુજરાત સર્કલ દ્વારા જાહેર કરેલ ગ્રામીણ ડાક સેવક બ્રાંચ પોસ્ટ માસ્તર/આસીસ્ટન્ટ બ્રાંચ પોસ્ટ માસ્તર/ડાક સેવકની ભરતી ધોરણ-૧૦ (SSC) ના મેરીટ ઉપર ભરતી બહાર પાડેલ હતી તે ભરતીમાં ધોરણ-૧૦ ની ખોટી અને બનાવટી માર્કશીટ બનાવી ભરતી બોર્ડમાં ખોટી માહિતી પુરી પાડી, ખરા તરીકે રજૂ કરી,માર્કશીટ સાચી હોવાની બાંહેધરી આપી,ગ્રામીણ ડાક સેવક બ્રાંચ પોસ્ટ માસ્તર તરીકેની નોકરી મેળવી,પગાર મેળવી સરકારશ્રી સાથે છેતરપીંડી કરેલ આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ
મ્હે.પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓ દ્રારા નાસતા ફરતા આરોપીઓની માહીતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના અના.એ.એસ.આઇ હિંમતભાઇ લખમણભાઇ તથા હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા અમરેલી સીટી પો.સ્ટે.માં ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૧૧૩૪૫ આઇ.પી.સી કલમ-૧૭૭,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૭૪ મુજબના ગુન્હાના કામના આરોપીને પકડી પાડી આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી આરોપીને અમરેલી સીટી પો.સ્ટે.માં સોપવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપી
અશોક દેવશીભાઈ ધાપા ઉ.વ.૩૭ ધંધો.પ્રા.નોકરી રહે.હીંડોરણા મફત પ્લોટ મહાવીર ટોકિઝની પાછળના ભાગે તા.રાજુલા જી.અમરેલી
આ કામગીરી પોલીસ ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ તથા એ.એસ.આઇ હિંમતભાઇ લખમણભાઇ તથા હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ વિક્રમ સાખટ