ડભોઇ બી.આર.સી ભવન ખાતે ૧૩૫ જેટલા શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના હુકમના ઓર્ડર નું વિતરણ કરાયું

ડભોઇ બી.આર.સી ભવન ખાતે ૧૩૫ જેટલા શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના હુકમના ઓર્ડર નું વિતરણ કરાયું
ડભોઇ તાલુકાના ૧૩૫ જેટલા શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ ના હુકમ નું વિતરણ ડભોઇ બી.આર.સી ભવન ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શિક્ષકોના પગાર ધોરણમાં અંદાજિત 7 થી 8 હજાર નો વધારો આ ઉચ્ચતર પગાર ધોરણ માં વધશે મોટી સંખ્યામાં તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉચ્ચતર પગાર ધોરણ ના ઓર્ડર વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિન વકીલ તેમજ વડોદરા જિલ્લા શિક્ષણ સંઘ પ્રમુખ રણજીતસિંહ પરમારના હસ્તે આપવામાં આવ્યા હતા જેમાં નવા માંડવામાં જયંતીભાઈ ચાણોદ કન્યાશાળા ગીતાબેન પટેલ, જૂની માંગરોલ પટેલ જાદવ દિલાવર સિંહ,સાઠોદ વર્ષાબેન પટેલ,થુવાવી કુમાર શાળા દરજી રાજેન્દ્રભાઈ, પુનિયાદ ચૌધરી મયુરીકાબેન સહિત તાલુકાના શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ ના ઓર્ડર સુપ્રત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિન વકીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે વડોદરા જિલ્લા શિક્ષણ સંઘ પ્રમુખ રણજીત સિંહ પરમાર,જિલ્લા શિક્ષણ સંઘના મહામંત્રી જૈમિન ભાઈ પટેલ,ડભોઇ તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ અને ડભોઈ મંડળીના મંત્રી હિતેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.
રીપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)