શિયાલી ગામના ખેડૂતને શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું બિરુદ મળ્યું

શિયાલી ગામના ખેડૂતને શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું બિરુદ મળ્યું
Spread the love

શિયાલી ગામના ખેડૂતને શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું બિરુદ મળ્યું.

ઝઘડીયા તાલુકાના શિયાલી ગામે રહેતા દીપકભાઈ ગિરીશભાઈ પટેલ ખેતીવાડી સાથે પશુપાલનનો પણ ખૂબ સારો વ્યવસાય કરે છે. દીપકભાઈ પાસે દેશી ગાયો તથા ભેંસો નો તબેલો છે. ગુજરાત રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત સુશાસન સપ્તાહ નિમિત્તે નાયબ પશુપાલન નિયામક દ્વારા ધનિષ્ઠ પશુ સુધારણા યોજના ભરૂચ અંતર્ગત પશુપાલન પ્રભાગ ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર વર્ષ ૨૦૨૧-૨૨ ના તાલુકા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક નું સન્માન પુરસ્કૃત કરવામાં આવ્યું હતું.

ઝઘડિયા તાલુકાના શિયાલી ગામના દીપકભાઈ ગિરીશભાઇ પટેલને પોતાની પશુપાલન ક્ષેત્રે આગવી કોઠાસૂઝ થી ઉચ્ચ કક્ષાની સિધ્ધિ મેળવી ધ્યાનાકર્ષક કામગીરી કરી હતી, તથા અન્ય પશુપાલકોને પણ તેઓએ રાહ ચિંધિ બતાવ્યો છે તે બદલ દિપકભાઈ પટેલને ઝઘડિયા તાલુકા કક્ષાનું પ્રથમ સ્થાન નું શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર વર્ષ ૨૦૨૧-૨૨ એનાયત કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!