માંગરોળ માં સંજીવની નેચર ફાઉડેશન દ્વારા ઝાડ મા ફસાયેલી કોયલનો જીવ બચાવાયો

માંગરોળ માં સંજીવની નેચર ફાઉડેશન દ્વારા ઝાડ મા ફસાયેલી કોયલનો જીવ બચાવાયો
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે શ્રી સંજીવની ફાઉડેશન દ્વારા માંગરોળ ના માંડવી ગેઈટ પાસે પીપળાના ઝાડ ઉપર એક કોયલ ફસાયેલ હોય સ્થાનિક લોકોએ આ બાબતની જાણ માંગરોળ માં મૂંગાજીવો માટે રાતદિવસ જોયાવગર કામ કરતી સંસ્થા એટલે શ્રી સંજીવની નેચર ફાઉડેશન ના પ્રમુખ શ્રી નારેશગીરી ગૌસ્વામી ને કરવામાં આવતા તેઓ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી આ કોયલનો જીવ બચાવવા માટે તાત્કાલિક જ નગરપાલિકા ફાયર વાન ને જાણ કરવામાં આવી જાણ થતાંજ તેઓ તાત્કાલિકજ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તે વાહનની સીડી વાટે
ખુબજ સેવા ભાવિ એવા સંસ્થાના કિશનભાઇ કૌવા દ્વારા સલામત રેસ્કયુ કરી કોયલના પગમાં ફસાયેલા દોરા કાઢી નાખવામાં આવેલા અને પગમાં ઇજા થયેલી હોઈ હાલ સારવાર આપવામાં આવી હતી
માંગરોળ નગર સેવાસદન ના કાદરમીયા તેમજ હુસેનભાઇ કન્ના દ્વારા પણ ખુબજ જહેમત ઉઠાવવામાં આવી હતી સંસ્થા દ્વારા આ બન્ને નો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.