પીરામણના તલાટીને કોંગી આગેવાને અપશબ્દો ઉચ્ચાર્યા

પીરામણના તલાટીને કોંગી આગેવાને અપશબ્દો ઉચ્ચાર્યા
અંકલેશ્વરના પીરામણ ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મૌલિક ધનજી પરમારને ગત 27 ડિસેમ્બરે ગામના રહીશ અને કોંગ્રેસ કાર્યકર અસલમ હાટીયાએ સવારે ફોન કરી કચરા પેટીમાંથી ધુમાડા નીકળી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. જે તેમના વિભાગમાં ન આવતું હોવાનું જણાવી તલાટીએ ફોન મૂકી દીધો હતો. ફરી સાંજે 4 :30 વાગ્યે અસલમ હાટીયાએ ફોન કરી પાણીની લાઈન તૂટી હોવાનું જણાવી અચાનક બીભત્સ ગાળો આપી હતી. અસભ્ય શબ્દો બોલી ધમકી આપી હતી. આ પૂર્વે પણ ગત 9 નવેમ્બરે ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવાના મુદ્દે ધમકી આપી હતી.
અંતે મૌલિક પરમારે તાલુકા વિકાસ અધિકારી. એસ.ડી.એમ અંકલેશ્વર અને મામલતદાર અંકલેશ્વર તેમજ તલાટી મંડળ ના પ્રમુખ ને રજુઆત કરી બધી હકીકત જણાવી રેકોર્ડીંગ સંભળાવતા તેવો પણ ચોંકી ઉઠ્યા હતા અને આ અંગે કાયદા ના રુહે કાર્યવાહી કરવા સૂચના આપતા અંતે મૌલિક પરમાર દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અસલમ હાટીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.