જનસંઘ વખત ના સક્રિય કાર્યકર હસમુખ હિંડોચાની સંરક્ષણ વિભાગની કંપનીમાં ડાયરેકટર તરીકે નિમણૂંક કરતી ભારત સરકાર

જામનગર મહાનગર ભાજપ પુર્વ પ્રમુખ હસમુખ હિંડોચાની સંરક્ષણ વિભાગની કંપનીમાં ડાયરેકટર તરીકે ભારત સરકારએ નિમણુંક કરી છે અને આ રીતે સંગઠનના માહિર અને ચિંતનસભર મૌન કાર્ય કરનારની કેન્દ્ર સરકારએ કદર કરી છે તેઓ સ્વતંત્ર હવાલા સાથે ડીફેન્સ ક્ષેત્રે make in india અને આત્મનિર્ભરતા સાર્થક કરવાની દિશામા દ્વારા કરશે જેથી રાષ્ટ્રની ઘણી જરૂરીયાત પુરી થશે ઉલ્લેખનીય છે કે ગોવાનુ આ યાર્ડ આધુનિકતા સાથે ગૌરવશાળી ઇતિહાસ સાચવી ને બેઠુ છે
અમુક બોર્ડ નિગમ ઇનએક્ટીવ હોય છે ત્યારે બીજી તરફ જામનગર ભાજપના આ એક્ટીવ આગેવાનની સુપરએક્ટીવ સરકારી કંપનીમા મહત્વની જવાબદારી અપાઇ છે,
હસમુખભાઇ પાર્ટી માટે જરૂરી અને નોંધપાત્ર કાર્ય મૌન રહી કાર્ય કર્યું છે, સંગઠન સાથી તેમજ સમાજના દરેક વર્ગમા કાર્યક્ષેત્રમા સરકારી વિભાગોમા લોકપ્રિયતા સારા વ્યવહારનુ ભાથુ અને સાલસતાથી રહ્યા હતા સદાબહાર નેતા હસમુખ હિંડોચાને અભિનંદન વરસી રહ્યા છે ત્યારે પદ અને જવાબદારી પચાવનાર હિંડોચા ખુબ સરળતાથી સૌના અભિવાદન સ્વીકારી રહ્યા છે
જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચાની ભારત સરકારે સંરક્ષણ વિભાગ હેઠળની ગોવા શીપ યાર્ડ લી. માં સ્વતંત્ર ડાયરેકટર તરીકે નિમણુંક કરેલ છે ગોવા શીપ યાર્ડ લી. મૂળભુત રીતે 1957 માં ઇસ્ટેલેયર્સ નેવાઇસ ડી ગોવા નામથી સ્થપાયેલ અને ત્યાર બાદ 1967 માં તે ગોવા શીપ યાર્ડ લી. નું ભારત સરકારનાં સંરક્ષણ વિભાગનાં ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડકશન અંતર્ગત સંચાલન થાય છે. ગોવા શીપ યાર્ડ લી. નું રજીસ્ટ્રેશન તથા તેની કોર્પોરેટ ઓફીસ ગોવામાં છે. કંપની આઇ.એસ.ઓ.-9001 થી નોંધાયેલ છે. વાર્ષીક રૂ. 1100 કરોડ જેવું માતબર ટર્ન ઓવર ધરાવતી તેમજ 1300 થી વડુ એડઝીક્યુટીવ તથા નોન એડઝીકયુટીવ કમેચારી ધરાવતી વિશાળ 5ંપની છે. જે દેશનાં સંરક્ષણ ક્ષેત્રે ખાસ કરીને નેવી માટે જરૂરી ઉત્પાદનો કરે છે. સાથોસાથ ભારતનાં મિત્ર રાષ્ટ્રોમાં પોતાનાં ઉત્પાદનો નિકાસ કરે છે.
હસમુખ હિંડોચા પોતાની નાની ઉમરે 1979 માં જનતા પાર્ટી યુવા મોરચામાં સક્રિય થયેલ. 1980 ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાંથી જ પાર્ટીમાં સકિય કાર્યકર તરીકે જોડાયેલા. બુથ પ્રમુખ, વોડ પ્રમુખ થી જામનગર મહાનગરનાં પ્રમુખ તરીકે સતત સાત વર્ષે કરતાં વધુ સફળતાથી નિર્વિવાદ પોતાની સેવાઓ આપેલ. 2006 થી 2012. એમ પાંચ વર્ષ કરતાં વધુ સમય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ તરીકે યાદગાર કામગીરી કરેલ. તેઓ નાનપણથી જ આર.એસ.એસ. સાથે જોડાયેલા હોવાથી હંમેશા પોતાનાં કાર્યક્ષેત્રમાં શિસ્ત અનુસાશનનાં સતત આગ્રહી રહ્યા છે.
શહેર ભાજપનાં પૂર્વ અધ્યક્ષ અને અગ્રણી કાર્યકતા હસમુખ હિંડોચાની ભારત સરકારનાં સંરક્ષણ વિભાગ હેઠળની કંપનીમાં ડાયરેકટર તરીકે મહત્વની જવાબદારી સોંપતા શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, સાસંદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી-ધારાસભ્ય આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી – ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર બિનાબેન કોઠારી, મહામંત્રીઓ પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ડે.મેયર તપનભાઇ, ચેરમેન મનિષભાઇ, શા. પક્ષનાં નેતા ડુસુમબેન, કોર્પોરેટરો, પક્ષનાં હોદ્દેદારો, શિક્ષણ સમિતિનાં સભ્યો સહિત પાર્ટીનાં કાર્યકરો આ ગૌરવભરી નિમણુંકને આવકારી વડાપ્રધાન સહિત પાર્ટીનાં વરિષ્ઠ નેતૃત્વનો આભાર વ્યક્ત કરેલ અને નિમણુંક મેળવનાર હસમુખભાઇને સૌએ અભિનંદન આપી શુભકામનાઓ પાઠવેલ છે. એમ એક અખબારી યાદીમાં ભાજપ મિડિયા સેલ દ્વારા જણાવવામાં આવેલ છે.
લોકાર્પણ દૈનિક અખબાર ટીમ દ્વારા હસમુખભાઈ હિંડોચા સાહેબ ને નિમણુક પદે ની વરણી ની ખુબ ખુબ શુભેચ્છા સાથે ઉત્તરોતર પ્રગતિ કરો તેવી મંગલ કામના
રિપોર્ટ :- કપિલ મેઠવાણી, લોકાર્પણ જામનગર.
મો:- 9033212636.