ડભોઇ તાલુકા ના ચાણોદ ખાતે પરમહિતધામ આધ્યાત્મિક સંકુલ પાસે દીપડો દેખાતા ગ્રામજનો માં ફફડાટ

ડભોઇ તાલુકા ના ચાણોદ ખાતે પરમહિતધામ આધ્યાત્મિક સંકુલ પાસે દીપડો દેખાતા ગ્રામજનો માં ફફડાટ
ડભોઇ તાલુકા ના ચાણોદ ખાતે આવેલ પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ માં 2 દિવસ અગાઉ દીપડો દેખાતા સ્થાનિકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.ચાણોદ ખાતે નર્મદા નદી આવેલ હોવાથી અગાઉ પણ કોતરો નજીક તો ક્યારેક ખોરાક ની શોધ માં દીપડા ગામ માં દેખાતા હોવાનું ચાણોદ ના ગ્રામજનો દ્વારા સાંભળવા મળ્યું છે.અને ક્યારેક તો રાત્રી દરમિયાન દીપડા દ્વારા પાલતુ પશુઓ નું મારણ કરી આતંક મચાવતા હોવાનું માલુમ પડ્યું હતું.જેની જાણ પહેલા પણ વનવિભાગ ને કરવામાં આવી હતી.જે પૈકી 2 દિવસ અગાઉ ચાણોદ પરમહિત ધામ નજીક 3 જેટલા દીપડા એક સાથે દેખા દેતા ગ્રામજનો માં ફફડાટ જોવા મળી રહ્યો છે.લોકો રાત્રી ના સમયે ઘર ની બહાર નીકળતા ડર અનુભવી રહ્યા છે.દીપડા દેખાયા હોવાની ફરિયાદ ના આધારે ચાંદોદ નેચરલ હેલ્પ ફોઉન્ડેશન દ્વારા દીપડા ને પકડવા માટે પીંજરું મુકવામાં આવ્યું હતું.
રીપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)