કલેકટર કચેરી, નડિયાદ ખાતે આમરણાંત ઉપવાસ ઉપર વાલ્મિકી સમાજની ન્યાયિક માંગણીઓ માટે બેસવાના છે

કલેકટર કચેરી, નડિયાદ ખાતે આમરણાંત ઉપવાસ ઉપર વાલ્મિકી સમાજની ન્યાયિક માંગણીઓ માટે બેસવાના છે
આજરોજ સાબરકાંઠા જિલ્લા સેવા સદન,હિંમતનગર ખાતે જનકલ્યાણ ટ્રસ્ટ,લવાલ ના આદ્યસ્થાપક શ્રી દિલીપભાઈ સોલંકી તારીખ 3 જાન્યુઆરી 2021 ના રોજ કલેકટર કચેરી, નડિયાદ ખાતે આમરણાંત ઉપવાસ ઉપર વાલ્મિકી સમાજની ન્યાયિક માંગણીઓ માટે બેસવાના છે જે નીચે મુજબ છે.
1. એક્ટ્રોસીટી એક્ટમાં સુધારો લાવવો.
2. ૨% અનામત જગ્યાઓ વાલ્મિકી સમાજ માટે આપવી.
3. સફાઈ કામદારોને કાયમી કરવા.
જેવા પડતર પ્રશ્નોને લઇને પ્રતિક ઉપવાસ ઉપર જઈ રહ્યા છે તેના અનુસંધાનમાં અધિક કલેકટર સાબરકાંઠા ને આવેદનપત્ર આપવામાં આવ્યું ,જેમા જનકલ્યાણ ટ્રસ્ટ સાબરકાંઠાના
પ્રમુખ દર્શનભાઈ ગોહેલ, ઉપપ્રમુખ ઉપેન્દ્રભાઈ મકવાણા તેમજ રાજેશ ભાઈ પ્રાતીજકર (સામજિક કાર્યકર) મુકુંદરાય ચૌહાણ (સામજિક કાર્યકર)અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટ.અશોકસિંહ રાઠોડ
લોકાર્પણ ન્યૂઝ પ્રાંતિજ