“સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકા માં વૉટર વર્કશના કામમાં કોન્ટ્રાકટર દ્વારા મોટા ભ્રષ્ટાચાર ના એંધાણ”

“સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકા માં વૉટર વર્કશના કામમાં કોન્ટ્રાકટર દ્વારા મોટા ભ્રષ્ટાચાર ના એંધાણ”
પ્રાંતિજ નગરપાલિકા ના 2019/20 ના બાંધ કામ વિભાગ દ્વારા ઓફલાઈન ટેન્ડર તા:27/10/20 થી મંજૂર થયેલ વિવિધ ચેમ્બરો ના મારા મત માટે અંદાજિત રકમ 4.લાખ 77 હજાર ચૂકવણું કરેલ.જેમાં પ્રાંતિજ નગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા આ કામ હિંમતનગર ની ખાનગી એજન્સી ને કામ સોંપવામાં આવ્યું હતું.આ કામમાં વિવિધ ચેમ્બરો બે ત્રણ ઈંટોનો થોર લઈને બનાવી દીધેલ છે.અને ચેમ્બરો ઉપર હલકી ગુણવત્તા વાર ઢાંકણા ઢાંકી દેવામાં આવ્યા છે.અને 1 ચેમ્બર નો ખર્ચ અંદાજિત 10 હજાર રૂપિયા દર્શાવવા માં આવ્યો છે.આમ નગરપાલિકાના કોન્ટ્રાકટર અને ખાનગી એજન્સી ની મિલી ભગત થી આ કામ માં મોટો ભ્રષ્ટાચાર ની સંકા સેવાઇ રહી છે.જેની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરી નગરપાલિકા ને નુકશાન માંથી બચાવી સકાય.
રિપોર્ટ.અશોકસિંહ રાઠોડ
લોકાર્પણ ન્યૂઝ પ્રાંતિજ