“સાબરકાંઠા પ્રાંતિજ ખાતે વેક્સિન માં હેલ્થ સેન્ટર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં”

“સાબરકાંઠા પ્રાંતિજ ખાતે વેક્સિન માં હેલ્થ સેન્ટર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં”
વિશ્વમાં મહામારી ની સંભવિત ત્રીજી લહેર ના ભયંકર આગમન વચ્ચે પ્રાંતિજ ના હેલ્થ સેન્ટરની ઘોર બેદકારી કહો કે,100% વેક્સીનેશન ગણાવાનું ષડયંત્ર? ખબર પડતી નથી તેના કારણે પ્રાંતિજ ની પ્રજાનું સ્વાસ્થ્ય જોખમ મુકાય તેમ લાગી રહ્યુંછે, પ્રાંતિજ ની પ્રજા ને વેક્સિન નો બીજો ડોઝ ન મળ્યો હોવા છતાં પણ બીજા ડોઝ નું રજીસ્ટ્રેશન કરી વેક્સિન નો ડોઝ આપિદિધો તેમ દર્શાવામાં આવે છે, તો પ્રાંતિજ ની પ્રજા ને કોરોના ના ભયંકર પ્રકોપ થી કેવીરીતે બચવું અને બીજો ડોઝ કઈ રીતે લેવો તે સમજાતું નથી, તો પ્રાંતિજ ની પ્રજાની માગણી છે કે આ બાબતે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા યોગ્ય તપાસ કરાવે અને પ્રજાને ન્યાય અપાવે તેવી આશા વ્યક્ત કરે છે.
રિપોર્ટ : લલિતભાઈ બારોટ
લોકાર્પણ ન્યૂઝ પ્રાંતિજ