જામનગરમાં જિલ્લા માં 2021 માં 15 પોલીસ સ્ટેશન હેઠળ કુલ 982 ગુન્હાઓ નોંધાયા

જામનગરમાં વર્ષ 2021માં ખાખીના ખૌફ વચ્ચે પણ ગુનેગારોએ બેફામ બનીને ગુનાઓ આચર્યા હતાં. વર્ષ દરમ્યાન શહે2-જિલ્લાના 15 પોલીસ સ્ટેશનો હેઠળ 23 હત્યાના બનાવો સહિત કુલ 982 ગુનાઓ નોંધાયા હતાં. જેમાં પોલીસે 904 ગુનાઓ ડીટેક્ટ કરી લીધા છે. જ્યારે ગત વર્ષ કરતાં 40 ગુનાઓ વધુ નોંધાયા છે.
જામનગરમાં પોલીસ તંત્ર દ્વારા ગુનાઓને ડામવા માટે એસ.પી.દીપન ભદ્રનના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી અને જામનગરમાં ગુનેગારોમાં ખૌફ પેદા થયો હતો. તેમ છતાં ગુનાઓ અટક્યા ન હતાં. જિલ્લામાં ગત તા.1 જાન્યુઆરી 2021 થી તા.31 ડીસેમ્બર 2021 દરમ્યાન 23 હત્યાઓ થઈ હતી. તમામ હત્યાના ભેદ પોલીસે ઉકેલી નાંખ્યા છે. જ્યારે હત્યાની કોશિષના 22, શિ.મ.વધના 2, લૂંટના 7, ચીલઝડપના 7, ઘરફોડ ચોરીના 71, ચોરીના 120, ઠગાઈના 11, વિશ્વાસઘાતના 11, બિગાડના 6, રાયોટીંગના 20, વ્યથા (મારા-મારી)ના 191, અપહ2ણના 4પ, સરકારીકર્મીઓ પર હુમલાના 12 અને પરચુરણ ગુનાઓ 434 મળીને કુલ 982 ગુનાઓ નોંધાયા હતાં. જેમાં પોલીસે 904 ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે. તો વર્ષ 2020ની સાલમાં જામનગરમાં 942 ગુનાઓ નોંધાયા હતાં અને આ વર્ષે 982 ગુનાઓ નોંધાતા 40 ગુનાઓ વધુ નોંધાયા છે. જેમાં એક વર્ષમાં પ્રોહીબીશનના ૫૫૨૫ ગુનાઓ નોંધાયા
જામનગર શહેર-જિલ્લામાં પોલીસ તંત્રએ દારૂ બંધીની કડક અમલવારી વચ્ચે વર્ષ 2021માં પ્રોહીબીશન હેઠળ 5525 ગુનાઓ નોંધ્યા છે. જેમાં પીધેલા, દેશી દારૂ, વિદેશી દારૂ સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. અનેક શખસોની ધરપકડ કરીને કરોડો રૂપિયાનો દારૂના જથ્થા સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.
ચાલુ વર્ષમાં જૂગા2ના 783, હથિયા2ના 26 અને નાર્કોટીક્સના 7 ગુનાઓ નોંધાયા વર્ષ 2021માં જામનગરમાં જૂગારના 783 ગુનાઓ નોંધાયા છે. જેમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં શખસો જૂગા2 રમતા ઝડપાયા છે અને પોલીસે લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે હથિયાર ધારા હેઠળ 26 ગુનાઓ પોલીસે નોંધ્યા છે. જ્યારે ગાંજો, ડ્રગ્સના 7 ગુનાઓ નોંધીને પંદરેક જેટલા શખસોને ઝડપી લીધા છે.