સીવીલ હોસ્પીટલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા

સીવીલ હોસ્પીટલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા
રાજપીપલા ખાતેની સીવીલ હોસ્પીટલમાં થયેલ કોમ્પ્યુટર સાધનોની ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.
શ્રી એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના પગલે શ્રી એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી નાઓ તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા જીલ્લામાં બનતા મિલ્કત સબબ ગુનાઓને ડીટેક્ટ કરવાના પ્રયત્નોના ભાગરૂપે રાજપીપલા સીવીલ હોસ્પીટલમાંથી રાત્રીના સમય દરમ્યાન મોઇ ચોર ઇસમે બાયોમેટ્રીક ફિંગર પ્રિન્ટ મશીનની સ્ક્રીન, કી-બોર્ડ તથા માઉસની ચોરી કરતા રાજપીપલા પો.સ્ટે. એ-પાર્ટ નં. ૧૨૧૧/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૩૮૦ મુજબનો ગુનો નોંધાયેલ.
સદર ગુનાની તપાસમાં રાજપીપલા સીવીલ હોસ્પીટલના સીસીટીવી ફુટેજ તેમજ હોસ્પીટલના સ્ટાફની પુછપરછ દરમ્યાન એક અજાણ્યો ઇસમ સદર કોમ્પ્યુટરના સાધનોની ચોરી કરતા જણાઇ આવેલ. જે ગુનાની તપાસ દરમ્યાન સીસીટીવી ફુટેજના આધારે આ અજાણ્યા ચોરની તપાસ હાથ ઘરવામાં આવેલ. જે તપાસ દરમ્યાન તા.૩૧/૧૨/૨૦૨૧ના રોજ કોમ્બીંગ નાઇટમાં શ્રી એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. કિરણભાઇ રતિલાલ બ.નં. ૭૩૭ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે નવાફળીયા, રાજપીપલા ખાતે રહેતો ધવલભાઇ નટવરભાઇ માછીના પાસે સીવીલ હોસ્પીટલ રાજપીપલા ખાતે થયેલ ચોરીના કોમ્પ્યુટરના સાધનો હોવાની બાતમી મળતા સદર ધવલભાઇ નટવરભાઇ માછીને ઝડપી સીવીલ હોસ્પીટલ રાજપીપલા ખાતે થયેલ ચોરીના કોમ્પ્યુટરના સાધનો વિશે પુછપરછ કરતાં તેણે ગુનાની કબુલાત કરેલ. તેમજ ચોરીમાં ગયેલ બાયોમેટ્રીક ફિંગર પ્રિન્ટ મશીનની સ્ક્રીન, કી-બોર્ડ તથા માઉસ કિ.રૂ. ૪,૯૦૦/-નો મુદ્દામાલ રીકવર કરી અનડીટેક્ટ ચોરી ડીટેક્ટ કરી રાજપીપલા પોલીસ સ્ટેશનમાં આરોપી તથા મુદ્દામાલ સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત