સુઈગામના નવાપુરા ખાતે 2022નો પ્રથમ તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

સુઈગામના નવાપુરા ખાતે 2022નો પ્રથમ તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમમાં અધિકારીઓ ની પાંખી હાજરીએ ચાડી ખાધી.
ઝેરોક્ષ-મશીનની સુવિધા ના હોવાથી અરજદારો અટવાયા, ઘણા બધા અરજદારોને પડ્યો ધરમ-ધક્કો.
સુઇગામ તાલુકાના નવાપુરા ખાતે શનિવારે 7માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો,જેમાં અરજદારોને વિવિધ યોજનાના ફોર્મ ઝેરોક્ષ,તેમજ માહિતી માર્ગદર્શન ના અભાવે હેરાન પરેશાન થવું પડ્યું હતું,
તાલુકાના અંતરિયાળ નવાપુરા ખાતે પ્રાથમિક શાળામાં યોજાયેલ 7 માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં મોરવાડા,નવાપુરા,હરસડ,વાઘપુરા,ગરાંબડી,કટાવ, વાઘપુરા વિગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા હતા,જેમાં વિવિધ યોજનાના ફોર્મ,તેમજ ડોક્યુમેન્ટ માટે ઝેરોક્ષ માટે કોઈ સુવિધા ન હોઈ વિવિધ યોજનાઓ માટે ઝેરોક્ષ માટે અરજદારોને મોરવાડા સુધી ઝેરોક્ષ કરાવવા જવું પડ્યું હતું,સરકારશ્રી દ્વારા લોકોને ઘર આંગણે આધારકાર્ડ, બેન્ક એકાઉન્ટ,મનરેગા, વિવિધ આવાસ યોજનાઓ,SBM ખેતીવાડી,જાતિ, આવક,ક્રિમિલેયરના દાખલા,આરોગ્ય તેમજ અન્ય યોજનાઓ માટે આવેલા લોકોને જરૂરી આધાર પુરાવા ઝેરોક્ષ ની સુવિધાના અભાવે અને માહિતી માર્ગદર્શનના અભાવે અરજદારો હેરાન પરેશાન થઈ ગયા હતા,જેને લઈ કેટલાક અરજદારો પરત જતા રહ્યા હતા.આ અંગે કેટલાક અરજદારોએ મીડિયા સમક્ષ બળાપો પણ વ્યક્ત કર્યો હતો,જોકે આ અંગે યુવા એડવોકેટ રાજુભાઇ ઠાકોરે સુઇગામ TDO ને મામલતદાર ને રજુઆત કરતાં તાત્કાલિક ઝેરોક્ષ માટેની સુવિધા ચાલુ કરાવી હતી.
૧.*બોક્ષ*-: આંગણવાડી કાર્યકરો,તેમજ કર્મચારીઓ કોરોના ગાઇડ લાઇનનું પાલન કર્યા સિવાય સેવા સેતુ કાર્યક્રમની કામગીરી કરવાને બદલે ટોળે વળીને ગપ્પાં મારતી જોવા મળી હતી.
આમ નાગરિક કોરોના ગાઇડ લાઈનનું પાલન ના કરે તો દંડાય છે ત્યારે આ સેવા સેતુ કાર્યક્રમ માં હાજર તમામ અધિકારી-કર્મચારીઓ માસ્ક વગર અને સોસીયલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યા હતા,
આ બાબતે ઉપરી અધિકારી જરૂરી પગલાં લેશે કે કેમ.? એ સવાલ આમ જનતામાં ચર્ચા નું કેન્દ્ર બન્યો હતો.
રિપોર્ટ-:ઝાલા જીતેન્દ્રસિંહ
સુઈગામ-બનાસકાંઠા