રાજકોટ માં આરોગ્ય શાખાએ લીધેલા લવ કેન્ડી પીપર અને મધના બે નમુના મીસ બ્રાન્ડેડ જાહેર થતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી

રાજકોટ માં મહાનગરપાલિકા આરોગ્ય શાખાએ લીધેલા લવ કેન્ડી પીપર અને મધના બે નમુના મીસ બ્રાન્ડેડ જાહેર થતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ માં મહાનગરપાલિકા આરોગ્ય શાખાએ સોરઠીયાવાડી ચોકમાં આવેલ હરેશભાઇ મોદીની જય જગદંબે ટ્રેડીંગમાંથી કેવીન ગોલ્ડ ડાર્ક ઓરીજનલ લવ કેન્ડી ૧૬૦ પેકનો નમુનો લઇને વડોદરા મોકલાવતા તેમાં કોઇ લેબલ કે પેકીંગની વિગત ન હોય, સેમ્પલ મીસ બ્રાન્ડેડનો રીપોર્ટ આવ્યો છે. જેના પરથી આ વેપારીને રૂા.૫ હજાર અને ઉત્પાદક જશરાજ ફૂડ પ્રોડકટના માલિક વિપુલ હરસુખલાલ આડતીયાને રૂા.૪પ હજારની પેનલ્ટી એજયુડિકેશન કેસના અંતે કરવામાં આવી છે. આ જ રીતે ગોવિંદરત્ન બંગલોમાં આવેલા વર્ષાબેન વાગડીયાના ધ્યેય એન્ટરપ્રાઇઝમાંથી ૨૦૦ ગ્રામ પેકીંગમાં જામોન પ્રિમીયમ હની (મધ)નો નમુનો લેવાયો હતો. જે પણ આ કારણે મીસ બ્રાન્ડેડ જાહેર થતા વલ્લભદાસ વાગડીયા અને ઉત્પાદક પેઢી ધ્યેય એન્ટરપ્રાઇઝ બંગ્લોઝ-૨ ના પરવાનેદાર વર્ષાબેન વાગડીયાને રૂા.૭પ૦૦નો દંડ કરવામાં આવ્યો છે. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ગઇકાલે જુદી જુદી ૮ બેકરીમાંથી પેસ્ટ્રી અને કેકના નમુના લેવામાં આવ્યા હતા. જેમાં (૧) બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી મીંટી ધ કેક શોપ, ૧૫૦ ફૂટ રિંગ રોડ (૨) ચોકલેટ કેક રંગોલી બેકરી સેટેલાઇટ ચૌક (૩) બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી કિશાન એન્ટરપ્રાઇઝ હનુમાન મઢી પાસે (૪) સ્ટ્રોબેરી કપ કેક આસ્થા બેકરી હનુમાન મઢી પાસે (૫) બદામ વેનીલા પેસ્ટ્રી કૌસર બેકરી રૈયા રોડ (૬) ચોકલેટ ટ્રફલ પેસ્ટ્રી કેક ફોરેસ્ટ એટીએમ બેકરી કોટેચા ચૌક કાલાવડ રોડ (૭) ચોકો ફ્લેક્સ કેક હનુમાન મઢી ચૌક અને (૮) રેડ વેલ્વેટ પેસ્ટ્રી જય જલારામ બેક્ર્સ સેટેલાઇટ ચૌક મોરબી રોડ નો સમાવેશ થાય છે.*
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.