જસદણ કોર્ટે ચેક રીર્ટનના કેસમાં આકરી સજા ફરમાવી

જસદણ કોર્ટે ચેક રીર્ટનના કેસમાં આકરી સજા ફરમાવી
જસદણ ગામમા રહેતા એસ.ટી બોર્ડમાં નોકરી કરતા દિનેશભાઈ રાવતભાઈ ધાધલ પાસેથી મીત્રતાના દાવે જસદણ ગામે રહેતા અશ્વિનકુમાર રાધાકૃષ્ણ જોષીએ રૂા.૩,૦૦,૦૦૦-૦૦/- પૂરા હાથ ઉછીના લીધેલ હતા જે હાથ ઉછીના પૈસા આરોપી અશ્વિનકુમારે લીધેલ હતા. તે માટે થઈ આરોપી અશ્વિનકુમારે એચ.ડી.એફ.સી. બેક જસદણ શાખાનો ચેક તા. ૨/૧૨/૧૮ ના રોજ ફરીયાદીને આપેલ હતો જે ચેક ફરીયાદીએ તેના ખાતામાં જમા કરાવતા આરોપીના ખાતામાં પુરતા પૈસા ન હોય જેથી ચેક પરત આવેલ હતો જેથી ફરીયાદી દિનેશભાઈ એ તેમના વકીલ શ્રી ભરતભાઈ અંબાણી મારફત તા. ૨૩/૦૨/૨૦૧૯ ના રોજ નોટીસ આપેલ હતી. જે નોટીસ આરોપી મળી ગયેલ હતી તેમ છતા સમયમર્યાદા મા ચેક ની રકમ ચૂકવેલ ન હતી. જેથી જસદણ એડી.જયુ.મેજી કોર્ટ મા સને ૨૦૧૯ મા ફરીયાદ નોંધાવામા આવેલ હતી. ત્યારબાદ આરોપી દ્વારા લાબી કાનુની લડત ચલાવેલી હતી અને જુદા જુદા વાધાંઓ લીધેલ હતા. આરોપી નાસી ભાગી ગયેલ છે અનેક વોરંટ કાઢવા છતા મળી આવતો ન હતો અને કોર્ટમા હાજર રહેતો ન હતો.
જસદણની કોર્ટ મા સને ૨૦૧૯ ની સાલ થી લાબી કાનૂની લડત ચાલેલ હતી. અને આરોપી અશ્વિનકુમાર દ્વારા પુરાવો રજૂ કરી અનેક તકરારો ઉપસ્થિત કરવામા આવેલ હતી. અને ચેક ખોટી રીતે લખાયેલો છે. નોટીસ મા ચેક નબર ખોટો લખાવેલ છે. ચેકમા નામ, રકમ, સહી, ચેકની તારીખમા અન્ય સહીથી લખાયેલ છે. જેવા અનેક વાધાં ઓ રજૂ કરવામા આવેલ હતા. ફરીયાદી પક્ષ ના વકીલ શ્રી દ્વારા સુપ્રીમ કોર્ટ ત્થા ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ રજુ કરી કાયદાકીય રજુઆતો કરેલ હતી. હાલ ચેક રીટર્નના અનેક કિસ્સાઓ બને છે સમાજ વિરૂધ્ધનો ગુનો છે. અને લોકો ચણા મમરા જેમ ચેકનો ઉપયોગ કરે છે જે વિગતો અને દલીલો ધ્યાને લઈ જસદણના એડીશનલ જયુ.મેજી. જજ સાહેબ શ્રી એસ.એસ જાની સાહેબે અશ્વિનકુમાર રાધાકૃષ્ણ જોષી રહે. જસદણ ને બે વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૬,૦૦,૦૦૦–૦૦/- નો દંડ કરેલો હતો આ દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સજા નો હુકમ ફરમાવેલો છે. સજાનો હુકમ થયેલ ત્યારે આરોપી હાજર ન હતા તેમ છતા કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમા લઈ ગણારૂપ કહી શકાઈ તેવો ઐતિહાસીક ચુકાદો જસદણ કોર્ટે આપેલ છે અને આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનુ વોરંટ કાઢી જયાં હોય ત્યાંથી પકડી લાવવાનો હુકમ કરેલ છે. ફરીયાદ પક્ષે વકીલ તરીકે ભરતભાઈ અંબાણી, જયદેવભાઈ રાઠોડ, ભાવેશભાઈ ડાભી, મનસુખભાઈ ડાભી, કૃપાલીબેન ચૌહાણ રોકાયેલ હતા.
રીપોર્ટ : પિયુષ વાજા જસદણ