પાલ : શાળા ક્રમાંક 319 નું ગૌરવ

પાલ : શાળા ક્રમાંક 319 નું ગૌરવ
પાલ ગામ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319 ની ધીરણ 7 ની વિદ્યાર્થિની કુમારી આફિયા નૌશાદખાન પઠાણ સુશાસન દિન નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી વિવિધ સ્પર્ધા પૈકી ચિત્ર સ્પર્ધામાં પ્રથમ કક્ષાએ વિજેતા નીવડી હોય પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ સમારંભમાં તેણીનું પ્રમાણપત્ર તથા શુભેચ્છા સ્મૃતિભેટ આપીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ ધનેશભાઈ શાહ તથા શાસનાધિકારી વિમાલભાઈ દેસાઈએ પણ તેણીની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
શાળાનાં આચાર્ય પ્રકાશભાઈ પરમાંરે પણ કુમારી આફિયાની ચિત્રકળા રુચિને બિરદાવી એને એ દિશામાં વધુ માર્ગદર્શન મળી રહે એ માટેની સુવિધા પૂરી પાડવાનું આયોજન કર્યું છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.