ઉમરવાડમાં રાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ

ઉમરવાડમાં રાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ
અંકલેશ્વરના ઉમરવાડા ખાતે બુરહાની સ્પોર્ટ્સ એકેડમી દ્વારા નવ નિર્મિત રાષ્ટ્રીય કક્ષા નું ટફ વિકેટ ગ્રીન ગ્રાઉન્ડ નું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભામાં નાયબ દંડક દુષ્યંત પટેલના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે બુરહાની સ્પોર્ટ્સ એકેડેમીના ફકરૂદ્દીન વખારવાલા તેમજ મુર્તુઝા વખારવાલા, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર તથા ઈસ્તીયાક પઠાણ .અસદ પઠાણ સહિત સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર માં હરિયાળા ટફ વિકેટ ક્રિકેટ ગ્રાઉન્ડ નો લાભ આગામી દિવસોમાં સ્થાનિક ઉભરતા ક્રિકેટરો ઉઠાવશે તેમજ જિલ્લા મહિલા ક્રિકેટર ઉપરાંત ગ્રામ્ય કક્ષા ની યુવા ક્રિકેટને રાષ્ટ્રીય કક્ષાના ગ્રાઉન્ડ અનુરૂપ તૈયાર થયેલ ગ્રાઉન્ડ પર પ્રતિભા નિખારવા પ્લેટફોર્મ મળી રહેશે તેવો મત નાયબ દંડક દુષ્યંત પટેલએ વ્યક્ત કર્યો હતો. તો ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર એ જિલ્લા માં હવે કાર્પેટ વિકેટ હતી નવા નવા ટફ વિકેટ આધુનિક કક્ષાના તૈયાર થઇ રહ્યા છે.
જેને લઇ જિલ્લા માં ઉભરાતા ક્રિકેટરો ને પોતાની પ્રતિભા નિખારવા તક મળશે. સૈયદના બુરહાની ના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર બુરહાની પ્લાયવુડ એન્ડ હાર્ડવેર ના યુવા વેપારીઓ ફકરૂદ્દીન તેમજ મુર્તુઝા વખારવાલાએ પોતાના મર્હુમ પિતા શબ્બીર હુસેન વખારવાલાની સ્મૃતિમાં આ ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે. સમગ્ર પોઞામ નુ સંચાલન સલીમ ભાઈ માસ્તરે કર્યું હતું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.