કડી નંદાસણમાં નિવૃત આર્મી જવાન નું ગ્રામજનો દ્ધારા સન્માન કરવામાં આવ્યું

કડી નંદાસણમાં નિવૃત આર્મી જવાન નું ગ્રામજનો દ્ધારા સન્માન કરવામાં આવ્યું
કડી તાલુકાના નંદાસણના વતની નાડીયા દિલીપ કુમાર મનુભાઈ ભારત દેશસેવા અર્થે આર્મીમાં જોડાયા હતા. 17 વર્ષ સુધી આર્મીમાં દેશસેવા કરી દિલ્હીથી નિવૃત્ત થતાં તેમના માદરે વતન
નંદાસણ પરત ફર્યા હતા. ભારત દેશ માટે આર્મી ના જવાનો પોતાના ઘર પરીવાર ની ચિંતા કર્યા વગર પોતાનું જીવન દેશ માટે આપી દેતા હોય છે ત્યારે આર્મી ના જવાનો કોઈ પણ જાત ની સમસ્યાઓ નો સામનો કરતા જોવા મળી રહેતા હોય છે અને ભારત દેશની કોઈ પણ બોર્ડર ઉપર તેમની ફરજ પર ખડે પગે ઉભા રહ્યા હોય ત્યારે બોર્ડર ઉપર કોઈપણ જાતનો આતંકવાદી હુમલો થયો હોય તો પણ આ આર્મી જવાનો પીછેહઠ કરતા નથી અને પોતાના જીવ ની પરવા કર્યા વગર દેશ માટે લડતા હોય છે અને તેની અંદર ગણા આપણા દેશના જવાનો શહિદ થતાં પણ જોવા મળી રહ્યા હોય છે ત્યારે દરેક જગ્યાનો સામનો કરી ને આર્મી જવાનો પોતાના દેશની સુરક્ષા કરતા હોય છે ત્યારે પોતાની ફરજ બજાવી ને આર્મી માંથી નિવૃત થતાં હોય છે ત્યારે સમગ્ર ગ્રામજનો તથા તેમના પરીવાર માં એક ખુશી ની લાગણી જોવા મળતી હોય છે ત્યારે કડી તાલુકાના નંદાસણ માં આર્મી જવાન પોતાની ડ્યુટી પર થી નિવૃત થતાં પોતાના વતન તરફ પાછા આવતા ગ્રામજનો તથા નાડીયા સમાજ દ્વારા નિવૃત્ત આર્મીમેનના સત્કાર સમારંભનું રવિવાર ના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું. જેેેેમાં આર્મીમેન ને ખૂલ્લી જીપમાં નંદાસણ થી માથાસુર થઈ નંદાસણ (ખારોડ) સુધી ઢોલ નગારા અને ડી.જે ના તાલે વાજતે ગાજતે સન્માન રેલી કાઢવામાં આવી હતી. નિવૃત્ત આર્મીમેનનું નંદાસણના અહેમદભાઈ સૈયદ, ગ્રામજનો તથા નંદાસણ નાડીયા સમાજ દ્વારા ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સૌ પરિવાર જનોમાં ખુશી ની લાગણી સવાઈ હતી.