જૂનાગઢ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને રસીકરણનો પ્રારંભ

જૂનાગઢ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને રસીકરણનો પ્રારંભ
જિલ્લાના અંદાજે ૭૦ હજાર બાળકોને તા.૮ જાન્યુઆરી સુધીમાં પ્રથમ ડોઝ આપી રક્ષિત કરાશે
જિલ્લાના કુલ ૧૩૦ સેન્ટર પર અભિયાન
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખ દ્વારા કનેરિયા હાઇસ્કુલથી રસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો. જયારે જિલ્લા કલેકટરશ્રી રચિત રાજે માળીયા હાટીના ખાતે રસીકરણ કેન્દ્રની મુલાકાત લઇ સીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.
કોવિડ વેક્સીનેશનમાં બાકી રહેલા ૧૮ વર્ષથી નાની ઉંમરની જનસંખ્યા પૈકીના ૧૫ થી ૧૮ વર્ષની ઉમર ધરાવતા બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. તા.૩ જાન્યુઆરીથી શરૂ થયેલ આ ઝુંબેશ જૂનાગઢ જિલ્લાના કુલ ૧૩૦ સેન્ટરો પર રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાના અંદાજે ૭૦ હજાર જેટલા બાળકોને આવરી લેવામાં આવશે. જેમાં જિલ્લાની ૩૧૯ હાઇસ્કુલ, આઇટીઆઇ, શાળાએ ન જતા બાળકોનો પણ સમાવેશ કરવામાં આવશે. વધુમાં આ અભિયાન હેઠળ તા.૮ જાન્યુઆરી સુધીમાં જૂનાગઢ જિલ્લાના અંદાજે ૭૦ હજાર બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ૧૫ થી ૧૮ વયના બાળકોને રસી લેવા અપીલ કરવામાં આવી રહી છે.