પ્રાચી તીર્થ ની શ્રી કે.કે.મોરી હાઇસ્કૂલ ખાતે રસીકરણ કેમ્પ યોજાયો

પ્રાચી તીર્થ ની શ્રી કે.કે.મોરી હાઇસ્કૂલ ખાતે રસીકરણ કેમ્પ યોજાયો..
સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ની શ્રી કે.કે.મોરી હાઇસ્કૂલ મા રસીકરણ કેમ્પ યોજાયો હતો આરોગ્ય વિભાગ ના સહયોગથી ૧૫ થી ૧૮ વર્ષની વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશનની મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં માધ્યમિક શાળાના આચાર્યશ્રી અર્જુનસિંહ પરમાર તથા હાઈ સેકન્ડરી ના આચાર્ય શ્રી ભરતભાઇ ચાવડા તથા સાયન્સ વિભાગના સંચાલક શ્રી દિલીપભાઈ વાળા સહિતના સ્ટાફની હાજરીમાં શાળાના 280 વિદ્યાર્થીઓએ રસીકરણ કરાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર શાળા પરિવાર તથા આરોગ્ય વિભાગની ટીમે યોગદાન આપ્યું હતું.
રિપોર્ટ : શૈલેષ વાળા પ્રાચી તીર્થ