સાબરકાંઠા જિલ્લા ના વડાલી તાલુકાના રહેડા ગામ ના પાટીદારો પગપાળા ઉમાધામ જવા રવાના..

સાબરકાંઠા જિલ્લા ના વડાલી તાલુકાના રહેડા ગામ ના પાટીદારો પગપાળા ઉમાધામ જવા રવાના..
પગપાળા સંગ નું આયોજન ગણેશ મંડળ અને ગ્રામજનો એ કર્યું હતું..
વડાલી તાલુકા માં પાટીદારો ના ગામો માંથી પાટીદાર કુળદેવી ખાસ કરી કડવા પટેલ ની કુળદેવી ઉજા ઉમિયા માતાજી એ દર વર્ષે પગપાળા સંગ લઈ જવાનો મહિમા હોય છે ત્યારે વડાલી ના રહેડા ગામ ના સો કરતા વધુ પાટીદારો ઉજા ઉમિયા માતાજી ના દર્શને પગપાળા સંગ લઈ થયા રવાના.આજે રહેડા ગામ માં સમગ્ર ગામ માં ઉમિયા માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી ત્યાર બાદ ગ્રામજનો ની ઉપસ્થિતિ માં મહા આરતી કરવા માં આવી ત્યાર બાદ ગામ માંથી માતાજી નો રથ પ્રયાણ થયો જે રથ સાથે પાટીદાર ભાઈઓ બહેનો ત્રીજા દિવસે માતાજી એટલે કે ઉમાધામ પહોંચશે.ત્યારે આ પગપાળા સંગ નું આયોજન ગામ ના ગણેશ મંડળ તથા ગામ ના આગેવાનો દ્વારા કરવા માં આવ્યું હતું..