કોરોના સામે વધુ સુરક્ષા માટે વલસાડ જિલ્લામાં તા.૧૦ જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થશે

કોરોના સામે વધુ સુરક્ષા માટે વલસાડ જિલ્લામાં તા.૧૦ જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થશે
બીજો ડોઝ લીધાને ૯ માસ પુરા થયા હોય હેલ્થ કેર, ફ્રન્ટલાઇન વર્કર તથા ૬૦ થી વધુ ઉંમરની વ્યક્તિઓ બુસ્ટર ડોઝ લઇ શકશે
ખેરગામ : વધતા જતા કોરોના સંક્રમણ અને ઓમિક્રોન વેરીયન્ટના વ્યાપને પગલે રાજ્ય સરકારે તા.૮મી જાન્યુઆરીથી અનિવાર્ય સંજોગોમાં છુટછાટ આપાવાની સાથે વધુ નિયંત્રણો અમલી બનાવ્યા છે. વિદેશથી આવેલા નાગરિકોને સાત દિવસ માટે ૭ દિવસ માટે ફરજિયાત હોમ કવોરોન્ટાઇન રહેવા જણાવ્યું છે. વેકસીન ન લીધી હોય એવા વ્યક્તિઓને કોરોના સંક્રમણ થવાનો ભય વધારે હોય વહેલી તકે રસી લેવી ખૂબ જ જરૂરી છે.
વલસાડ જિલ્લામાં આગામી તા.૧૦/૧/૨૦૨૨ને સોમવારથી હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓની પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવાની શરૂઆત થનાર છે. આ રસી લેવાથી વ્યક્તિઓના શરીરમાં કોરોના વિરોધી એન્ટીબોડીઝનું સ્તર ઊંચુ આવશે અને કોરોના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થશે. જે વ્યક્તિઓએ કોવિડ-૧૯ રસીનો બીજો ડોઝ લીધો હોય અને ૯ માસ પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિઓ પ્રિકોશન (બુસ્ટર) ડોઝ લેવાને પાત્ર રહેશે.
વલસાડ જિલ્લામાં ૧૩,૦૧૮ હેલ્થ કેર વર્કર, ૧૬,૮૮૮ ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦ વર્ષથી ઉપરના કોમોર્બીડીટી (ગંભીર પ્રકારની) રોગ ધરાવતા વ્યક્તિઓને ક્રમાનુસાર બુસ્ટર ડોઝ આપવાનું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરાયું છે.
જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા વ્યક્તિઓને કોવિડ-૧૯ રસીક૨ણથી સુરક્ષિત કરી, કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવા કોવિડ ૧૯ ૨સીકરણનો બુસ્ટર ડોઝ લેવા વલસાડ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ : અંકેશ યાદવ, ખેરગામ