ઓલ ઇન્ડીયા ઇન્ટર યુનિવર્સીટી ફેન્સીગ ચેમ્પિયનશીપ ૬ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૨ દરમ્યાન યોજાઇ

ઓલ ઇન્ડીયા ઇન્ટર યુનિવર્સીટી ફેન્સીગ ચેમ્પિયનશીપ ૬ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૨ દરમ્યાન યોજાઇ. જેમા ગાધીનગરના અમરસિહ ઠાકોર એ લવલી પ્રોફેશનલ યુનિવર્સીટી તરફથી ભાગ લઇ ભાઇઓની ફોઇલ ટીમ ઇવેન્ટમા સિલ્વર મેડલ મેળવેલ છે તેમજ યુનિવર્સીટીને ભાઇઓના વિભાગમા ઓવરઓલ ચેમ્પિયનશીપ મેળવવામા મહત્વનુ યોગદાન આપેલ છે. અત્રે નોધનીય છે કે, અમરસિહ મુળ ગાધીનગરના વતની છે અને પિતા તથા સ્પોર્ટસ મેન્ટર ભરતજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની નડીયાદ સ્થિત ફેન્સીગ એકેડમીમા કોચ રોશન થાપા અને ગોકુલ મલીકના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહેલ છે.
આ ઉપરાત આ સ્પર્ધામા સરદાર પટેલ યુનિવર્સીટી તરફથી ભાગ લઇ બહેનોના વિભાગમા શિતલ, ખુશી, નિશા અને દિવ્યાએ ફોઇલ બહેનોમા તથા પ્રિયંકા, દ્રષ્ટી, આશા અને સોનલે સેબર બહેનોમા ટોપ ૮ મા સ્થાન મેળવેલ તથા ફોઇલ ભાઇઓમા સચીન, અજયસિહ, હર્ષવર્ધનસિહ અને દિવ્યરાજસિહ તથા ઇપી ભાઇઓમા હર્ષવર્ધનસિહ, સિધ્ધરાજસિહ, કરણ અને દિવ્યરાજસિહે ટોપ ૮મા સ્થાન મેળવી ખેલો ઇન્ડીયા યુનિવર્સીટી ગેમ્સ માટે ક્વોલીફાય કરેલ છે. આજ રીતે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સીટી તરફથી ભાગ લઇ રીતુ ચૌધરી, પાર્વતીબેન ઠાકોર, મૈત્રી ચાવડા અને રજનીકાએ ટોપ-૮ મા સ્થાન મેળવી ખેલો ઇન્ડીયા માટે ક્વોલીફાય કરેલ છે. આ તમામ ખેલાડીઓને એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટટના પ્રમુખ મુકેશભાઇ ચૌધરી અને મંત્રી ભરતજી ઠાકોરે અભિનંદન પાઠવેલ છે.