ઉત્તરાયણમાં દારૂની ડિમાન્ડ વધતા બુટલેગરો સક્રિય
ઉત્તરાયણ પર્વમાં વિદેશી દારૂની ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો થતા વિદેશી દારૂ, બિયર અને ક્વાંટરીયાનો ભાવ આસમાને પહોંચતો હોય છે વિદેશી દારૂની ખપતને પહોંચી વળવા બુટલેગરો નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક લકઝુરિયસ કારમાંથી ૭૨ મોંઘીદાટ બોટલ સાથે રાજસ્થાની બે ખેપિયાને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા કારમાં ભરેલ દારૂ ગુજરાતમાં પ્રવેશી મોબાઈલ પર સૂચના મળે તે સ્થળે બુટલેગરને પહોંચાડવાનો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
શામળાજી પીઆઈઆઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું છે રાજસ્થાન બાજુથી શંકાસ્પદ ઝડપ સાથે આવતી ટોયાટો કોરોલા કારને અટકાવી તલાસી લેતા કારની શીટની પાછળ આવેલ ખાનામાંથી છૂટી પડી રહેલી વિદેશી દારૂ રેડ લેબલ વીસ્કીની ૭૨ બોટલ કીં.રૂ.૧૧૩૦૪૦/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક દિપક ભંવરલાલ સેન અને પ્રભુ મોતીલાલ પ્રજાપતિ (બંને,રહે,રાજસ્થાન) ને દબોચી લઇ વિદેશી દારૂ,કાર અને મોબાઈલ મળી કુલ રૂ.૩.૧૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર ઉદેપુરના નરેન્દ્ર મેવાડા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
રીપોર્ટ, મનોજ રાવલ ધનસુરા