આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી ગઈ છે કે શું?

આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી ગઈ છે કે શું?
Spread the love

.આપણે ફરી એક વખતે મુશ્કેલીઓ તકલીફોનો સામનો કરવાનો સમય આવી ગયો છે. ફરી એક વખત કોરોના કેશો વધી રહ્યા છે. એક પછી એક લહેર આવ્યા જ કરે છે.
આજે શહેરના એક અખબારનો હેવાલ જણાવે છે કે: કેશો ધડાધડ વધી રહ્યા છે. પણ હોસ્પિટલમા દાખલ થવાની ખાસ જરૂર પડતી નથી. અને અગર જરૂર પડે તો પણ ઓક્સિજન બેડ અને આઈ સી યુ બેડની જરૂર પડતી નથી. ગઇ લહેરની સરખામણીમા માત્ર 2 ટકા બેડ ભરાયા છે. આશરે 98 ટકા બેડો ખાલી છે. લોકોમા જાગૃતિ આવી છે. માનસિક હાવ થોડો દુર થયો છે.
જાણકારોનુ કહેવુ છે કે જેટલી ઝડપથી કેસો વધે છે એટલી જ ઝડપથી કેશો ઘટશે. જેમ જેમ કેશો વધશે તેમ તેમ સાજા થનારાની સંખ્યા પણ વધી રહી છે એ ખુબ જ સારી વાત છે. સાથોસાથ એમીકોનને ફેફસાને પણ બહુ ડેમેજ કરતો નથી. ફેફસાને ઓછું નુકસાન પોહચાડે છે.
આ વાયરસ શરીરમા માત્ર 5 દિવસ જ હોય છે .ચોથા દિવસે જ રિકવરી થવા લાગે છે.ભારતીયોમા થોડો ડર ઓછો થતા ઝડપથી સાજા થઇ જવાય છે. આર્યુવેદીક ઇલાજો પણ મદદરૂપ થયા છે. લોકોએ પણ ઘરગથ્થુ ઇલાજો ચાલુ રાખતા મોટો ફરક પડ્યો છે લોકોની હાર્ડ ઇમ્યુનિટી વધી ગઈ છે. આપણુ શરીર વાયરસને શરીરમા ટકવા દેતા જ નથી.
સૌથી પહેલા તો આખા દેશમા 6 મહિના સુધી કોઈ પણ જાતની ચૂંટણી પર સખત પ્રતિબધ મુકવાની ખાસ જરૂર છે નાનામા નાની સુધરાઈ કે ગ્રામપંચાયતની ચૂંટણી પણ થવી જોઈએ નહીં. એટલે ઓટોમેટિક સભા સરઘસ રોડ શો રેલી બંધ થઈ જશે. મેળાવડા મોટા લગ્નના ભપકા આયોજન હમણા થોડા સમય મુલતવી રાખવા જોઈએ.
હમણા શાકમાર્કેટમા બહુ ભીડ થાય છે. તેનાથી કદાચ ચેપ લાગી શકે છે માટે ખાસ કાળજી રાખો.
હમણા થોડા દિવસ દૂધવાલા પેપરવાળા કરિયાનાવાલા શાકભાજીવાલાથી યોગ્ય અંતર જાળવો. માસ્ક બરાબર નાક પર જ પહેરી રાખો. રોજ 30 મિનિટ ચાલવાનુ રાખો તડકો તમારા શરીર પર આવવા દો. રોજ એક વખત ગરમપાણીનો બાફ લો
આદુ ફુદીનો તુલસી લવિંગવાલી દૂધ વગરની ચાહ પીવો. ભોજનમા લીલા શાકભાજીનો ઉપયોગ કરો. વાસી ખોરાક ખાવો નહિ. લિબુ સરબત પીવો મન મજબૂત રાખજો માનસિક રીતે મજબૂત બનો.
આપણે બધા 138 કરોડ ભારતીયો સહિયારો પ્રયાસ કરીશુ તો જરૂર ભલભલાને ભાગવુ પડશે
જયહિંદ વંદે માતરમ

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!