અમરેલી જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર કોવીડ-૧૯નો બુસ્ટર ડોઝની આપવાની શરૂઆત કરાઈ

અમરેલી જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર કોવીડ-૧૯નો બુસ્ટર ડોઝની આપવાની શરૂઆત કરાઈ
Spread the love

અમરેલી જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર કોવીડ-૧૯નો બુસ્ટર ડોઝની આપવાની શરૂઆત કરાઈ

ફ્રન્ટલાઈન કે હેલ્થકેર વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુની આયુના લોકોને બુસ્ટર ડોઝ અપાશે

બીજા ડોઝની તારીખથી ૦૯ મહિના થયા હોય તેઓને ડૉક્ટરની સલાહ મુજબ ડોઝ અપાશે

અમરેલી, ૧૦ જાન્યુઆરી

રાજ્યમાં ફ્રન્ટલાઈન વર્કર્સ, હેલ્થકેર વર્કર્સ, ૬૦ વર્ષથી વધુની આયુના અને અન્ય ગંભીર બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે અમરેલીના વિવિધ કોરોના રસીકરણ કેન્દ્રો ખાતે ફ્રન્ટલાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે આજથી ૬૦થી વધુ વય ધરાવતા અને ફ્રન્ટલાઈન તથા હેલ્થ વર્કર્સ જેઓએ કોરોના રસીકરણના બંને ડોઝ લઇ લીધા છે અને આપવામાં આવેલ બીજા ડોઝની તારીખથી ૦૯ મહિના (૩૯ અઠવાડિયા પૂર્ણ) થયા હોય તેમણે આ બુસ્ટર ડોઝ લેવાનો રહેશે. જેથી કોરોના સામેની મહામારીમાં સંક્રમણથી બચી શકાય. ૬૦ થી વધુના વયસ્કો જેઓ કોમોર્બિડ કે ગંભીર બીમારી ધરાવે છે અને જેઓએ અગાઉ બંને ડોઝ લીધા હોઈ તેમને ડૉક્ટરની સલાહ મુજબ બુસ્ટર ડોઝ આપવામાં આવશે.

ગત ૩ જાન્યુઆરીથી સમગ્ર દેશ અને રાજ્યમાં ૧૫ થી ૧૮ વયજુથના તરૂણોને રસી આપવાની શરૂઆત થઈ છે તેને ખુબ સારો પ્રતિભાવ મળી રહયો છે. જેમા શાળાએ ન જતા તરૂણોની પણ ઓળખ કરીને રસી આપવામાં આવી રહી છે. માત્ર છ જ દિવસના સમયગાળામાં અંદાજે જિલ્લાના ૬૦ % જેટલા નોંધાયેલા બાળકોને વેક્સીન આપવામાં આવી છે.

LOKARPAN-@-Official-✍🏻-20220109_134557.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!