હળવદ માં બાળકો ને પતંગ ફિરકી અને ગેસ ના કાર્ટુન વારા ફુગ્ગા નું નિઃશુલ્ક વિતરણ કરાયું

હળવદ માં બાળકો ને પતંગ ફિરકી અને ગેસ ના કાર્ટુન વારા ફુગ્ગા નું નિઃશુલ્ક વિતરણ કરાયું
ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ ટીમ અને અપુભાઇ ભરવાડ તરફ થી બાળકો ને પતંગ ફિરકી અને ગેસ ના કાર્ટુન વારા ફુગા આપવામાં આવ્યા હતા
મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ પરોપકારી કાર્ય
મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યા સ્લમ વિસ્તારના અલગ અલગ વિસ્તાર ના બાળકો ને પતંગ અને દોરી તેમજ ગેસના ફુગ્ગા ( છોટાભીમ ના બલુન) આપવામાં આવ્યા. મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યા વિનોબા ગ્રાઉન્ડમાં અને બીજા અલગ અલગ છુટા છવાયા વિસ્તાર ના બાળકો ને નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. પતંગ અને ફિરકી મેળવીને બાળકોના ચહેરા પરનો ઉત્સાહ અને ઉમંગ સ્પષ્ટ જોઈ શકાતા હતા. નાના-નાના ભૂલકાઓ ના ચહેરા પરનું હાસ્ય જોઈને ગ્રુપના સભ્યો નું મકરસંક્રાંતિનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાઇ ગઈ.
મકરસંક્રાંતિએ પુણ્ય કમાવાનો મહિમા છે.
મકરસક્રાંતિ લોકો બાળકોની ખાવાનું આપીને તહેવાર ઉજવે છે ત્યારે ગ્રુપના સભ્યોને એક વિચાર આવ્યો કે આપણે બાળકોને પતંગ ફીરકી અને ગેસ ના ફુગા આવીને અનોખી રીતે તહેવારની ઉજવણી કરીએ.
લોકો પોતાના બાળકો માટે તો ખરીદી કરે જ છે પરંતુ બીજા માટે ખરીદી કરીને પરોપકારની ભાવના સાથે આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું.
આ પ્રોજેક્ટ ના દાનેશ્વરી દાતા અપ્પુભાઈ ભરવાડ અને ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ ની ટીમ રહ્યા હતા.
આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ શ્રી અજુભાઈ સભ્યશ્રી મયુરભાઈ પરમાર, સંજયભાઈ માલી, સચીનભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.
રિપોર્ટ : રમેશ ઠાકોર હળવદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756