ખેરગામ નગરમાં સીએનજી સ્ટેશનનું લોકાર્પણ કરતા બે કેબિનેટ મંત્રી શ્રી: સેંકડો વાહન ધારકોને રાહત

ખેરગામ નગરમાં સીએનજી સ્ટેશનનું લોકાર્પણ કરતા બે કેબિનેટ મંત્રી શ્રી: સેંકડો વાહન ધારકોને રાહત
Spread the love

ખેરગામ નગરમાં સીએનજી સ્ટેશનનું લોકાર્પણ કરતા બે કેબિનેટ મંત્રી શ્રી: સેંકડો વાહન ધારકોને રાહત:

ખેરગામ ખાતે CNG પંપ નો પ્રારંભ કરાયો. જેને લઇ કાર ચાલકો મા રાહત ની લાગણી જોવા મળી .

આજના મોંઘવારી ના સમય માં કૂદકે ને ભૂસકે વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ને લઈ સામાન્ય પ્રજા હવે CNG તરફ વળી રહ્યાં છે . જ્યારે સરકાર પણ CNG અને ઇલેક્ટ્રિક વાહનો પર વધારે ફોકસ કરી રહ્યું છે . ત્યારે નવસારી જિલ્લાના ખેરગામ ખાતે CNG પંપ ન હોવાને કારણે લોકો એ CNG ગેસ ભરવવા માટે ગુંદલાવ , ચીખલી , ધરમપુર કે પાણિખડક જવા પડતું હતુ પરંતું હવે ખેરગામ ખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન સંચાલિત ડ્રીમ પેટ્રોલિયમ ખાતે CNG પંપ ની શરૂઆત થતાં વાહનચાલકો માં મોટી રાહત જોવા મળી હતી .
આ CNG પંપ ના શુભઆરંભ ના શુભ પ્રસંગે
ખેરગામ ખાતે સૌપ્રથમ વખત એક સાથે બે કેબિનેટ મંત્રી માનનીય શ્રી કનુભાઇ દેસાઇ અને (ગણદેવી-ખેરગામના ધારાસભ્ય) મા.શ્રી નરેશભાઈ પટેલ સાથે ધારાસભ્ય-વલસાડ શ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ- વલસાડ હેમંતભાઈ કંસારા, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર, એચપીના ડૅ.જન. મેનેજર વડોદરા શ્રી વિશાલ શર્મા, નવસારી જિલ્લા પંચાયત ના પ્રમુખ ભીખુ ભાઈ આહીર, વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા , વલસાડ ના ધારાસભ્ય ભરત ભાઈ પટેલ , વલસાડ જિલ્લા બાળ કલાકાર સમિતિ ના ચેરમેન સોનલ બેન સોલંકી (જેન) વલસાડ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ જીતેશ ભાઈ પટેલ, વલસાડ તાલુકા પંચાયત માજી પ્રમુખ પ્રકાશ ભાઈ આહીર, વલસાડ નગરપલિકા માજી પ્રમુખ પંકજ ભાઇ આહીર , ધરમપુર એ. પી. એમ. સી ના ચેરમેન જીવા ભાઈ આહીર , વલસાડ જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષ ના માજી નેતા અને પારડી શાઢપોર ના સરપંચ ભોલા ભાઇ
ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ, કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલ

વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સીએનજી સ્ટેશનનો રાજ્યગુરુ વિપ્રની ગણેશ વંદના- મંત્રોચ્ચાર સાથે દીપક પ્રગટાવી શુભારંભ કરવામાં આવ્યો. જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓથી વધાવી હતી. ખેરગામ પંથકમાં આશીર્વાદસમ સ્ટેશનથી હયાત વાહનધારકો સાથે હવે સીએનજી વાપરનારાઓનો વધારો થશે.
સર્વ શ્રી કનુભાઇ દેસાઇ અને નરેશભાઈ પટેલ કેબિનેટ મંત્રીઓએ પ્રસંગોચિત ટૂંકુ વક્તવ્ય આપી સરકાર દ્વારા સીએનજી સ્ટેશન માટે પ્રોત્સાહન અને ઇલેક્ટ્રિક વાહનો માટે પણ સરકાર વિવિધ સહાય આપી દેશમાં પ્રદુષણ નિયંત્રિત કરવા ભરપૂર પગલાં ભરી રહી છે તેનાથી માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે વલસાડ અને ખેરગામના મીડિયા કર્મી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હર્ષદભાઈ આહિરે બીજા સોપાન માટે ઉપસ્થિત સૌનો સહકાર બદલ સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો.

 

રિપોર્ટ : અંકેશકુમાર યાદવ, ખેરગામ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!