ઐતિહાસિક દિવસની ઐતિહાસિક ઉજવણીઃ

ઐતિહાસિક દિવસની ઐતિહાસિક ઉજવણીઃ દેશ-વિદેશના ખુણે ખુણે ઉજવાયો શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ
દેશ-વિદેશમાં 10,008થી વધુ જગ્યાએ શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવને નિહાળી મા ખોડલની આરતી કરવામાં આવી
ભરૂચ ખાતે બહોળી સંખ્યામાં લોકોએ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી પંચવર્ષીય પાટોત્સવ નિહાળ્યો
21 જાન્યુઆરી, 2022ને શુક્રવારના દિવસે શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખીને શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. પંચવર્ષીય પાટોત્સવ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરે સવારે મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 9 વાગ્યે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ડોક્યુમેન્ટરી, ધ્વજારોહણ, મહાઆરતી, શ્રી નરેશભાઈ પટેલનો સમાજજોગ સંદેશ અને રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમનું ઓનલાઈન પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને દેશ-વિદેશના ખુણે ખુણેથી બહોળી સંખ્યામાં લોકોએ નિહાળ્યો હતો અને મા ખોડલની આરતી કરી હતી. ભરૂચ ખાતે પણ ઝાડેશ્વર ચોકડી નજીક આવેલ રૂત કોમ્પલેક્ષ ખાતે સમાજના લોકોએ મા ખોડલની આરતી કરીને ખોડલધામ કાગવડથી લાઈવ ટેલીકાસ્ટ કાર્યક્રમને નિહાળ્યો હતો આ વેળાએ સમાજના આગેવાનો તેમજ સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756