જસદણ ની સરકારી હોસ્પિટલ ખાતે અનોખું નાના બાળકો માટે કોવિંડ સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું

જસદણ ની સરકારી હોસ્પિટલ ખાતે અનોખું નાના બાળકો માટે કોવિંડ સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું
Spread the love

સતત કોરોના ની ત્રીજી લેટરની શરૂઆત હોય અને જસદણ શહેર ની અંદર સરકારી હોસ્પિટલ ખાતે અનોખું નાના બાળકો માટે કોવિંડ સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું

નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ અને

વહીવટીતંત્ર સાથે સંસ્થાનું પણ આગોતરૂ આયોજન…

બાળ કોરોના વિભાગને સુશોભિત કરી ખુલ્લો મૂકાયો

*કોરોના કાળથી અવિરત સેવાકાર્ય કરતી જસદણ શહેરના એકમાત્ર સંસ્થા નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના આગોતરા આયોજન હેઠળ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ગંભીરતાને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્રારા જસદણ સરકારી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત બાળ દર્દીઓ માટે અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવતા હોસ્પિટલમાં બાળ દર્દીઓ દાખલ થઈ પંરતી સારવાર લઈ સારી રીતે સમય પસાર કરી શકે અને ઘર જેવુ જ વાતાવરણ સ્થપાય તેવી શુભ ભાવનાથી બાળ દર્દીઓ માટેના કોરોના વોર્ડને રંગરોગાન – રમતગમતના સાધનો અને ફુલ – ઝાડથી સુશોભિત કરી તૈયાર કરવામાં આવેલ બાળ કોરોના વિભાગને આજરોજ અગ્રણી ઉદ્યોગપતિ અને દાતાશ્રી રાઘવભાઈ કેશવભાઈ વેકરીયા ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો*

*સંસ્થાના પ્રમુખ મેહુલભાઈ સંઘવી એ સ્વાગત પ્રવચન સાથે જસદણ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને મદદરૂપ થવા માટે ની પૂરતી તૈયારી દર્શાવી હતી તેમજ ડો. પંકજભાઈ કોટડીયા એ પ્રાસંગિક પ્રવચન અને આભાર વિધી ડો. રાકેશભાઈ મૈત્રી એ કરેલ કાર્યક્રમ નું સંચાલન પ્રકાશભાઈ પ્રજાપતિ એ કર્યુ હતુ*

*બાળ કોરોના વિભાગને ખુલ્લો મૂકતી વેળાએ જસદણ પ્રાંત કચેરીના સિરેશ્તેદાર ભગીરથભાઈ કાછડીયા જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો, રાકેશભાઈ મૈત્રી સંસ્થાના ટ્રસ્ટી અને દાતા હિતેષભાઈ જોષી દિલીપભાઈ બલભદ્ર કોટડીયા હોસ્પિટલના ગાયનેક ડો. પંકજભાઈ કોટડીયા બાળકો ના ડો. મિતુલભાઈ કળથીયા ડો. બથવાર ડો. વિશાલભાઈ ભાયાણી આરોગ્ય વિભાગના અધિકારી ધવલભાઈ ગોંસાઈ જસદણ લેબ ટેકનીશીયન આસ્તિકભાઈ મહેતા પોલીસ સ્ટેશનના ભાવેશભાઈ પરમાર ભાવેશભાઈ છાયાણી રાજુભાઈ મણીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા*

*નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ ના આગોતરા આયોજન હેઠળ તૈયાર કરાયેલ બાળ કોરોના વોર્ડને સુશોભિત કરવા માટે સંસ્થાના ઉપપ્રમુખ વલ્લભભાઈ જીંજુવાડીયા મંત્રી હસમુખભાઈ મકવાણા ખજાનચી હર્ષાબેન ચાવડા ટ્રસ્ટી અશોકભાઈ ઠકરાળ રમેશભાઈ જેસાણી ડિમ્પલબેન સંઘવી સુરેશભાઈ ધોળકીયા પ્રવિણભાઈ ચોલેરા વિજયભાઈ રાઠોડ તરૂણભાઈ પરમાર પિયુષભાઈ વાજા એ જહેમત ઉઠાવી હતી

 

રિપોર્ટ : પિયુશ વાજા જસદણ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220120-WA0006-0.jpg IMG-20220121-WA0038-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!