ડભોઇ નગર અને પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું

ડભોઇ નગર અને પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું
વાતાવરણમાં આવેલ બદલાવને લઈ નગરજનોમાં બેવડી ઋતુનો અહેસાસ
આજરોજ વહેલી સવારે ડભોઇ નગર અને આસપાસના વિસ્તારમાં ઘાડ ધુમ્મસે જમાવટ કરતાં. ધુમ્મસ રૂપી ચાદર પથરાઈ જ્યારે હવામાન ખાતાએ કેટલાક જિલ્લાઓમાં માવઠું થવાની આગાહી કરી છે.સાથે પ્રશાસન દ્વારા ખેડુતો ને સાવધ રહેવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. આજ રોજ ઘાડ ધુમ્મસ છવાતા વાતાવરણમાં આવેલ બદલાવ હવે સામાન્ય જોવા મળે છે ધીરે ધીરે ઋતુઓમાં સ્પષ્ટપણે બદલાવ જોવા મળી રહ્યા છે ક્યારે શું થાય વાતાવરણમાં એ ચોક્કસ કહી શકાતું નથી.
ડભોઇ શહેર તેમજ પંથકમાં વહેલી પરોઢે ગાઢ ધુમ્મસ સર્જાતા 10 ફૂટની અંતરે પણ કાંઈ પણ જોઈ ન શકાય તેમ ધુમ્મસ સર્જાયું હતું જેના પગલે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતા વાહન વ્યવહારને અસર પડી હતી સાથે ગાઢ ધુમ્મસને કારણે સવાર પડતા પણ વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ કરી ધીમે વાહન હંકારવાની ફરજ પડી હતી જ્યારે કેટલાક વાહનચાલકો તો કોઈ દુર્ઘટના બને તે હેતુસર પોતાના વાહનો રોડની સાઇડ પર કરી દેવાયા હતા જ્યારે ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો માર્ગ નાદોદી ભાગોળ વેગા તેમજ બોડેલી-છોટાઉદેપુર માર્ગ પર પણ ગાઢ ધુમ્મસ છવાતા વાહન વ્યવહારને આંશિક અસર પડી હતી.
જ્યારે સવારના નવ વાગ્યા સુધી આ જ પ્રમાણે વાતાવરણ રહેતા સૂર્યનારાયણના દર્શન થયાં હતા ત્યારે મકાનોના ધાબા છાપરા અને ગાડીઓના કાચ પર ગાઢ ધુમ્મસ ની અસર જોવા મળી હતી વાતાવરણમાં આવેલ એકાએક બદલાવને ગ્લોબલ વોર્મિંગની અસર રૂપે પણ સોએ નીહાળી હતી.
સાથે આ બદલાતી આબોહવાના કારણે નગરજનો પણ સર્દી, ખાસી,ઠંડી,તાવ,ઉધરસ જેવા વાઇરલ ઇન્ફેકસંન માં સપડાતા ડભોઈ પી.એચ.સી સેન્ટર અને નગરના દવાખાનાઓ માં દર્દીઓ નો ભારે ઘસારો જોવા જોવા મળ્યો હતો.
રીપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756