ડભોઇ ના ભીમપુરા ગામે ડેપ્યુટી સરપંચ ની નિયુક્તિ મુદ્દે મામલો ગરમાયો મારામારી ના દ્રશ્યો સર્જાયા

ડભોઇ તાલુકા ના ભીમપુરા ગામે ડેપ્યુટી સરપંચ ની નિયુક્તિ મુદ્દે મામલો ગરમાયો મારામારી ના દ્રશ્યો સર્જાયા
સમગ્ર ગુજરાત માં થયેલ ગ્રામપંચાયત ની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઇ હતી જે બાદ સરપંચો ની વરની પણ શાંતિ પૂર્ણ રીતે થઈ હતી.આજરોજ ડભોઇ તાલુકા ના ભીમપુર ગામે ડેપ્યુટી સરપંચ ની વરણી અંગે વિવાદ થતા બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.ડેપ્યુટી સરપંચ ની નિયુક્તિ સમયે સામાન્ય બોલાચાલી બાદ મામલો વધુ બીચકતા બે જૂથ વચ્ચે હાથાપાઈ અને મારામારી ના દ્રશ્યો સર્જાતા મામલો ગરમાયો હતો.જે બાદ ગામ ની મહિલા ઓ દ્વારા પંચાયત ની બહાર ધરણા કર્યા હતા.જૂથ અથડામણ માં કેટલાક લોકો ને ઇજા થઇ હોવાનું પણ બહાર આવ્યું છે. જૂથ અથડામણ થતા પોલીસ ને બોલાવવા ની ફરજ પડી હતી.સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોચી જતા પરિસ્થિતિ થાળે પડી હતી.અને જાણવા મળ્યા મુજબ સભ્યો અને ડેપ્યુટી સરપંચ ની નિયુક્તિ ની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756